રાજ્યમાં ગરમી અગન ગોળા વરસાવી રહી છે. તો બીજી બાજુ આગામી અભ્યાસને લઈ વિદ્યાર્થીઓના ટ્યુશન શરૂ થઈ ચૂક્યા છે. જ્યારે રાજ્યમાં ગરમીએ પાછલા સાત વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યા છે. અને લગભગ 20 જેટલા લોકો ગરમીના હીટ સ્ટોકને લઈ જીવ ગુમાવી ચૂક્યા છે
અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં ગરમી 45 ડિગ્રીએ પહોંચી ગઈ છે. આગામી પાંચ દિવસો માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. સાથે કામ વગર બહાર ન નીકળવાની સલાહ પણ આવી છે.હવામાન વિભાગ પ્રમાણે આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં ભારે ગરમી પડવાની છે. મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત દ્વારા આવનારા પાંચ દિવસો દરમિયાન શૈક્ષણિક સંસ્થાઓમાં બપોરે 12 થી 4 શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય હિતમાં નિર્ણય લેવાયો છે.
ગુજરાત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિયેશનના પ્રમુખ હેમાંગ રાવલે માહિતી આપતા જણાવ્યું કે, સતત વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં આગામી 5 દિવસ ટ્યુશન ક્લાસિસ બંધ રહેશે. શૈક્ષણિક સંસ્થામાં બપોરે 12થી 4 બંધ શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને કચ્છ વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત અને વલસાડમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે.