અમદાવાદ: વિપક્ષ નેતા અને કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના વિવાદીત નિવેદનથી ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. જેમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામ-સામે આવી ચૂક્યા હતા. આ ઘર્ષણ બાદ બંને પક્ષો સામે બે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના પાંચ કાર્યકર્તા હાલ સુધી જેલમાં છે.
જ્યારે આ કાર્યકર્તાઓની જામીનની અરજી કોર્ટે ના મંજૂર કર હતી. જે બાદ આજે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓની ધરપકડ થયેલ અને જેલમાં છે તેઓના ઘરે જઈને એમના પરિવારજનો સાથે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ મુલાકાત કરી ને સાંત્વના આપી હતી.
આજે અમદાવાદ શહેરના કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્યા હિંમતસિંહ પટેલ કોંગ્રેસના કાર્યકર્તાના ઘરે પહોંચ્યા હતા. તેમના પરિવારજનોને તમામ કાયદાકીય રીતે આગળની કાર્યવાહી અને હાઈકોર્ટમાં જે અપીલ થઈ રહી છે, તેનાથી અવગત કરાવ્યા હતા.
કોર્ટમાં વહેલામાં વહેલી તકે જામીન મળે, તે માટે આગળની કાર્યવા હી કોંગ્રેસ પક્ષ દ્વારા અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનાં માર્ગદર્શન હેઠળ સિનિયર એડવોકેટોની આખી ટીમ કરી રહી છે. તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલએ તેમના પરિવાર સાથે દુઃખમાં સાથે રહીને સર્વ પરિવારોને હૈયા ધરણાં આપેલ છે. આ સાથે કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનો પણ હાજર રહ્યાં હતાં.