ત્રણ રાજયોની ચૂંટણીમાં ભાજપની જીતનો જશ્ન વિદેશમાં પણ

અમદાવાદઃ ત્રણ રાજ્યોની વિધાનસભામાં ભાજપની જીતને લઈ વિદેશના લોકોએ પણ પ્રશંસા કરી હતી. આ દરમ્યાન ત્યાંના લોકોએ એ પણ જણાવ્યું હતું કે અમેરિકાના ‘મોર્નિંગ કન્સલ્ટ’ ના સર્વે રિપોર્ટમાં પણ 76 ટકા એપ્રુઅલ રેટિંગ સાથે પીએમ મોદી વિશ્વના સૌથી વધુ લોકપ્રિય નેતા જાહેર થયા છે, જે આપણા સૌ માટે ગૌરવની બાબત છે.

હાલ યોજાયેલી ચૂંટણીમાં ‘મોદી ગેરંટી’ શબ્દ ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે અને હવે તે ભાજપના પ્રચાર અભિયાનનો પણ મુખ્ય આધાર બની ગયો છે. હાલમાં જ યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં અભૂતપૂર્વ જીત એ PM મોદીની રેકોર્ડ લોકપ્રિયતાનું પરિણામ છે. આ અગાઉ ગયા વર્ષે ગુજરાત વિધાનસભામાં પણ 156 બેઠકોમાં જીત એ ઐતિહાસિક ઘટના બની રહી છે. ભારતીય રાજકારણમાં મોદીનો શાસનકાળ મોદી યુગ તરીકે પ્રસિદ્ધ થશે.

ખાસ કરીને ભારતીય રાજકારણમાં જ્ઞાતિ જાતિના રાજકારણને બાજુ ઉપર રાખીને વિકસિત ભારતની વિચારધારા સાથે વિકાસની રાજનીતિની શરૂઆત કરી. આજે વિશ્વના રાજકારણમાં ‘modi the boss’નો સિક્કો ચાલી રહ્યો છે. આગામી 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ મોદી ગેરંટીનો કરંટ વિપક્ષને હચમચાવી રહ્યો છે.

મોદીનું નામ ચોક્કસ પણે આજે વિશ્વ ફલક પર છે ત્યારે આ વાતની ઉજવણી ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ થઈ રહી છે. લોસ એન્જેલસમાં આ વાતને લઈ ભારતીય મૂળના લોકો ભેગા થયા હતા. જેમાં ખાસ કરીને ઇન્ડો અમેરિકનના કલ્ચર સોસાયટીના પ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તરીકે રહી ચૂકેલા યોગી પટેલ જોડાયા હતા. સાથે આર્ટેશિયા ચેમ્બરના સ્થાપક અને સેરીટોસ કોલેજ ફાઉન્ડેશનના અધ્યક્ષ પરિમલ શાહ હજાર રહ્યા હતા. BJP પશ્ચિમ ઝોનના પ્રમુખના વિદેશી મિત્ર પી.કે. નાયક પણ આ કાર્યક્ર્મમમાં ખાસ હાજર રહ્યા હતા.