સલમાનને સાપ કરડી ગયો; તબિયત હવે સારી છે

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાનને પડોશના રાયગડ જિલ્લાના પનવેલ શહેરમાં તેના ફાર્મહાઉસમાં ગઈ કાલે રાતે સાપે ડંખ માર્યો હતો. તે ઘટના રાતે લગભગ 3 વાગ્યે બની હતી. એને તરત જ બાજુના નવી મુંબઈના કામોઠે ઉપનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં સારવાર અપાયા બાદ એને આજે સવારે લગભગ 9 વાગ્યે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તે પોતાના ફાર્મહાઉસ ખાતે પાછો ફર્યો છે.

અહેવાલો અનુસાર, સાપ ઝેરી નહોતો. સલમાનની તબિયત સારી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]