પૂર્વમાં રહેતા ભારતીય ચીન, સાઉથમાં રહેતા આફ્રિકન જેવાઃ સેમ પિત્રોડા

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા સેમ પિત્રોડા ફરી એક વાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. દક્ષિણ આફ્રિકાના લોકો આફ્રિકી અને પૂર્વોત્તરના ચાઇનીઝ જેવા દેખાય છે. દેશમાં વિવિધતાની વાત કરતાં પિત્રોડાએ આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ દેશમાં ઘણું વૈવિધ્ય છે. બધા એકજૂટ રહે છે, પરંતુ સંદેશ દેવા માટે જે શબ્દોનો પ્રયોગ તેમણે કર્યો હતો –એના પર વિવાદ વધી રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે અમારા દેશમાં પૂર્વોત્તરના લોકો ચાઇનીઝ જેવા દેખાય છે. પશ્ચિમના આરબ જેવા અને દક્ષિણના આફ્રિકી જેવા, પરંતુ એનાથી કોઈ ફરક નથી પડતો, અમે બધા ભાઈ-બહેનની જેમ રહે છીએ.

હવે ભાજપે આ નિવેદન પછી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપે ભાર દઈને કહ્યું છે કે કોંગ્રેસની વિચારધારા દેશના ભાગલા પાડવાની છે. આ પહેલાં વિરાસત ટેક્સનો ઉલ્લેખ કરીને પણ તેમણે કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી.

આ પહેલાં તેમણે કહ્યું હતું કે અમેરિકામાં તો વિરાસત ટેક્સ ચાલે છે. જોકોઈની પાસે 100 મિલિયન ડોલરની સંપત્તિ પણ છે તો એના મર્યા પછી 45 સંપત્તિ ટકા બાળકો પાસે અને 55 ટકા મિલકત સરકાર લઈ લે છે. આ ઘણો રસપ્રદ કાયદો છે. કાયદો કહે છે કે તમારે તમારી બધી સંપત્તિ બાળકો માટે નહીં છોડવી જોઈએ, પણ અડધી પબ્લિકને માટે છોડી દેવી જોઈએ. ભારતમાં તો એવો કોઈ કાયદો નથી.  જોકોઈ વ્યક્તિ 10 મિલિયનની કમાણી કરી રહી છે, તો તેના મર્યા પછી તેના બધા પૈસા ભારતમાં તેનાં બાળકોને જાય છે, પબ્લિક પાસે કોઈ નથી જતું.