ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈશીનું હેલિકોપ્ટર ક્રેશ

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈશીનું હેલિકોપ્ટર ક્રેશ થવાના સમાચાર છે. રેસ્ક્યુ ટીમ હેલિકોપ્ટર સુધી પહોંચી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈશીના કાફલામાં ત્રણ હેલિકોપ્ટર હતા જેમાંથી માત્ર એકનું હાર્ડ લેન્ડિંગ થયું છે. ઈરાનના ગૃહમંત્રી અહેમદ વાહિદીના જણાવ્યા અનુસાર ઈબ્રાહિમ રાયસીના કાફલા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ડ્રોનનો ઉપયોગ કરીને કાફલાની શોધ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે હાર્ડ લેન્ડિંગ કરનાર હેલિકોપ્ટરમાં ઈરાનના વિદેશ મંત્રી પણ સવાર હતા.

કહેવામાં આવી રહ્યું છે કે રઈશી ઈરાનના પૂર્વ અઝરબૈજાન પ્રાંતમાં પ્રવાસ કરી રહ્યો હતો. આ દુર્ઘટના ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ 600 કિલોમીટર દૂર અઝરબૈજાનની સરહદ પર સ્થિત જોલ્ફા પાસે થઈ હતી. ઈરાનના સરકારી ટીવી અનુસાર, બચાવકર્મીઓ ઘટનાસ્થળે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ખરાબ હવામાનના કારણે તેમાં અવરોધ આવી રહ્યો હતો. અહીં ભારે પવન સાથે ભારે વરસાદના અહેવાલ છે.

  • ઈરાનની સીડીએસનો દાવો, રઈશીને શોધવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ એક ટીમ ઘટનાસ્થળે પહોંચી હોવાની માહિતી મળી રહી છે. ટીમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
  • ઈરાની સુરક્ષા સૂત્રોનો દાવો – હત્યાના પ્રયાસની શક્યતા નકારી નથી, 3માંથી 2 હેલિકોપ્ટર સુરક્ષિત રીતે ઉતર્યા તો રઈશીનું હેલિકોપ્ટર જ કેમ ક્રેશ થયું?
  • ઇબ્રાહિમ રઈશીના હેલિકોપ્ટર દુર્ઘટના બાદ ચીને આપી પ્રતિક્રિયા, રાષ્ટ્રપતિ સુરક્ષિત હોવાની આશા વ્યક્ત કરી.
  • ઈરાનમાં ટીવી ચેનલો પર તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે, માત્ર પ્રાર્થનાનું પ્રસારણ થઈ રહ્યું છે.
  • ક્રેશ સાઇટ પર વરસાદ શરૂ થઈ ગયો છે, ઈરાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આના કારણે દૃશ્યતામાં થોડો સુધારો થયો છે.
  • અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડનને ઈરાનમાં થયેલા અકસ્માતની જાણકારી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે વિસ્તાર દુર્ગમ હોવાના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી પડી રહી છે.