રાહુલ, અથિયા શેટ્ટીનાં લગ્ન ખંડાલામાં થશેઃ અહેવાલ

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર કે.એલ. રાહુલ અને બોલીવુડ અભિનેત્રી અથિયા શેટ્ટી લગ્ન કરશે એવાં સમાચાર ઘણા વખતથી વાંચવા મળે છે. બંને જણ ટૂંક સમયમાં જ સાત ફેરા ફરશે અને એમનાં લગ્નનું સ્થળ પણ નક્કી થઈ ગયું છે. લગ્નપ્રસંગ અથિયાનાં અભિનેતા-પિતા સુનીલ શેટ્ટીના ખંડાલા સ્થિત બંગલામાં યોજાશે એવો અહેવાલ છે. બંગલાનું નામ ‘જહાન’ છે અને એમાં બંને પરિવારનાં સભ્યો, નિકટનાં સ્વજનો તથા મિત્રો હાજરી આપશે.

અગાઉ એવા અહેવાલ હતા કે અથિયા એનાં લાંબા સમયના બોયફ્રેન્ડ રાહુલ સાથે કોઈક ફાઈવ સ્ટાર હોટેલમાં લગ્ન કરશે, પરંતુ નવા અહેવાલો અનુસાર, પ્રેમીયુગલે હોટેલને રિજેક્ટ કરી છે અને અથિયાનાં પિતાના બંગલામાં જ લગ્ન કરવાનું પસંદ કર્યું છે.