દીપિકા બની ‘એશિયાની સૌથી સેક્સી મહિલા’; પ્રિયંકાને પાછળ રાખી દીધી

મુંબઈ – અભિનેત્રી દીપિકા પદુકોણ હાલ બોલીવૂડની બિનહરીફ ક્વીન ગણાય છે. વળી, સહ-કલાકાર રણવીર સિંહ સાથે લગ્ન કરીને એ જીવનનો સૌથી આનંદદાયક સમયગાળો માણી રહી છે. એના આનંદમાં વધારો કરે એવા સમાચાર એ છે કે એને વર્ષ 2018 માટે ‘એશિયાની સૌથી સેક્સી મહિલા’ તરીકે પસંદ કરવામાં આવી છે.

બ્રિટનમાં યોજવામાં આવેલા એક સર્વેક્ષણમાં એશિયાની સૌથી સેક્સી એવી 50 મહિલાઓની યાદીમાં દીપિકાએ નંબર-1 હાંસલ કર્યો છે.

દીપિકાની સહ-અભિનેત્રી પ્રિયંકા ચોપરા બીજા સ્થાને ઉતરી ગઈ છે. ગયા વર્ષે પ્રિયંકા ‘સૌથી સેક્સી એશિયન મહિલા’ તરીકે ઘોષિત કરાઈ હતી. આ બંને અભિનેત્રીએ ‘બાજીરાવ મસ્તાની’ ફિલ્મમાં સાથે અભિનય કર્યો હતો.

આ યાદીમાં ત્રીજા ક્રમે જાણીતી ટેલિવિઝન અભિનેત્રી નિઆ શર્મા છે.

આ સર્વેક્ષણમાં પાકિસ્તાનની અભિનેત્રી માહિરા ખાન ચોથા ક્રમે આવી છે તો ટીવી સ્ટાર શિવાંગી જોશી પાંચમા, આલિયા ભટ્ટ છઠ્ઠા, સોનમ કપૂર સાતમા, હિના ખાન 8મા, કેટરીના કૈફ 9મા અને નીતિ ટેલર 10મા ક્રમે આવી છે.

નિઆ શર્મા

બેહદ્દની અભિનેત્રી જેનિફર વિન્જેટ 13મા ક્રમે છે, ગૌહર ખાન 17મા નંબરે, ‘બાહુબલી’ ફિલ્મની અભિનેત્રી અનુષ્કા શેટ્ટી 22મા અને ઐશ્વર્યા રાય-બચ્ચન 30મા નંબરે છે.

બોલીવૂડની ‘ધક-ધક’ ગર્લ માધુરી દીક્ષિત આ યાદીમાં 45મા નંબરે છે તો ‘રેસ 3’ ફિલ્મની હિરોઈન જેક્લીન ફર્નાન્ડિસ 47મા નંબરે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]