બોલીવુડની હસ્તીઓને બહુ ગમ્યું ‘બ્રહ્માસ્ત્ર’નું ટ્રેલર

મુંબઈઃ દિગ્દર્શક અયાન મુખરજીની આગામી નવી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 1: શિવા’નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની મુખ્ય ભૂમિકા છે. ત્રણ ભાગવાળી કાલ્પનિક-એડવેન્ચર ફિલ્મના આ પહેલા ભાગમાં અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મ આ વર્ષની 9 સપ્ટેમ્બરે રિલીઝ કરવાનું નિર્ધારિત છે.

ફિલ્મનું ટ્રેલર જોઈને અનુષ્કા શર્મા, અનન્યા પાંડે, જ્હાન્વી કપૂર, દિયા મિર્ઝા સહિત અનેક કલાકાર-કસબીઓએ સોશ્યલ મિડિયા પર પ્રશંસાનાં ફૂલ વેર્યાં છે. ત્રણ મિનિટના ટ્રેલરમાં આલિયા ભટ્ટ સહિત મુખ્ય પાત્રોની ઓળખ આપવામાં આવે છે. શિવા બનેલો રણબીર તેને કુદરતી રીતે મળેલી શક્તિઓનો ઉપયોગ કરીને દુનિયાનું રક્ષણ કરે છે. ઈશા બનેલી આલિયા શિવાની પ્રેમિકા છે. જ્યારે અમિતાભ બચ્ચનનું પાત્ર શિવાને એની સફરમાં માર્ગદર્શન આપે છે. મૌની રોય ‘અંધકારની રાણી’નો રોલ કરી રહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]