અનુષ્કા શર્માએ બિકીની પહેરેલો ફોટો અપલોડ કર્યો, નેટયુઝર્સમાં રમૂજને પાત્ર થયો

એન્ટિગા – બોલીવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા હાલ એનાં પતિ અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની સાથે કેરેબિયન પ્રવાસે ગઈ છે. ત્યાં એણે એક દરિયાકિનારા પર બિકીનીમાં સજ્જ થઈને આપેલો એક પોઝ પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે. પણ સોશિયલ મિડિયાનાં યુઝર્સે એને રમૂજ સાથે જોડી દીધો છે.

31 વર્ષીય અનુષ્કા હાલ વેસ્ટ ઈન્ડિઝમાં રજાની મજા માણી રહી છે. વિરાટ કોહલી અને તેના સાથીઓ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ સીરિઝ રમવાના છે.

ઉક્ત તસવીરમાં અનુષ્કા કલરફુલ બિકીનીમાં સુંદર દેખાઈ રહી છે. એની આ તસવીર ઈન્ટરનેટ પર છવાઈ ગઈ છે. તસવીરમાં એ પોતાની પાતળી સુંદર કાયાને પ્રદર્શિત કરી રહી છે અને સ્માઈલ આપી રહી છે. તસવીર પરથી કળી શકાય છે કે તે હાલ એકદમ મુક્તમને હોલીડેનો આનંદ માણી રહી છે.

અનુષ્કાએ અપલોડ કરેલો આ છે મૂળ ફોટો

પતિ વિરાટ કોહલીએ પત્નીની હોટ બિકીનીવાળી તસવીરને આપેલો પ્રતિસાદે પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. કોહલીએ અનુષ્કાની બિકીની તસવીર પર લવનાં ચિન્હવાળું ઈમોજી મૂક્યું છે. અનુષ્કાની પોસ્ટ પર સૌથી પહેલો પ્રતિસાદ આપનાર કોહલી જ હતો.

અનુષ્કાની બિકીનીની ડિઝાઈન વિશે ઘણી રમૂજ ફેલાઈ છે. કોઈકે એને વીએલસી મીડિયા પ્લેયર સાથે સરખાવી છે તો કોઈકે એને રસ્તા પર ‘વર્ક ઈન પ્રોગ્રેસ’ વખતે મૂકવામાં આવતા સાઈનબોર્ડ સાથે સરખાવી છે.

અનુષ્કા પાસે હાલ કોઈ ફિલ્મ નથી. એ છેલ્લે ‘ઝીરો’ ફિલ્મમાં દેખાઈ હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]