આમિર-કિરણ 15મી લગ્નતિથિએ ગીર સફારીની મુલાકાતે

સાસણ ગીર (જૂનાગઢ જિલ્લો): બોલીવૂડ સુપરસ્ટાર આમિર ખાન અને એની પત્ની કિરણ રાવ એમની 15મી વેડિંગ એનિવર્સરી ઉજવી રહ્યા છે. આ પ્રસંગે બંને જણે સાસણ ગીર નેશનલ પાર્ક (ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવન અભ્યારણ્ય)ની મુલાકાત લેવાનું પસંદ કર્યું છે. તેઓ એમના પરિવાર સાથે વાઈલ્ડલાઈફ ગીર સફારીની ત્રણ દિવસની મુલાકાતે ગીરના જંગલમાં ગયા છે.

ટ્રિપનો આરંભ કરતા પહેલાં આમિર તેના પ્રશંસકોને મળ્યો હતો, જેઓ એને મેરેજ એનિવર્સરીની શુભેચ્છા આપવા એકત્ર થયા હતા. એમની સાથે હાથ મિલાવીને આમિર એક સ્પેશિયલ જિપ્સીમાં બેસીને ગીર સફારીએ જવા રવાના થયો હતો. આમિરની સાથે એનો પુત્ર આઝાદ, પુત્રી ઈરા, ભત્રીજો ઈમરાન ખાન અને ઈમરાનની પુત્રી ઈમારા હતાં. ગીર અભ્યારણ્ય એશિયાઈ સિંહોના સુરક્ષિત રહેઠાણ માટે જાણીતું છે. આમિર અને કિરણ સૌથી પહેલાં 2001માં, ‘લગાન’ ફિલ્મના શૂટિંગ વખતે મળ્યાં હતાં. કિરણ રાવ ત્યારે સહાયક દિગ્દર્શિકા હતાં. આમિરની નવી ફિલ્મ આવી રહી છે ‘લાલસિંહ ચઢ્ઢા’.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]