અમદાવાદઃ સ્થાનિક શેરબજારોએ નવા નાણાકીય વર્ષનો તેજીમય પ્રારંભ કર્યો છે. BSE સેન્સેક્સ 363 પોઇન્ટ ઊછળીને ફરી 74,000ને પાર થયો હતો. નિફ્ટી પણ વધીને 22,462ને પાર પહોંચ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં એક દિવસમાં રૂ. 6.38 લાખ કરોડનો વધાયો થયો હતો. સૌથી વધુ સ્મોલ કેપ અને મિડકેપ શેરોમાં તેજી થઈ હતી. સ્મોલકેપ ઇન્ડેક્સ 2.98 ટકા વધ્યો હતો. મિડકેપ ઇન્ડેક્સ 1.64 ટકા વધ્યો હતો.
સપ્તાહના પ્રારંભે અને સતત ત્રીજા ટ્રેડિંગ સેશનમાં શેરોમાં તેજી થઈ હતી. બેન્કિંગ, ફાઇનાન્શિયલ અને મેટલ શેરોની આગેવાની હેઠળ શેરોમાં તેજી થઈ હતી. ઇન્ટ્રા-ડેમાં નિફ્ટી નવો રેકોર્ડ 22,529 બનાવ્યો હતો. BSE સેન્સેક્સ 363 પોઇન્ટ ઊછળી 74,014ના મથાળે બંધ આવ્યો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 135 પોઇન્ટ વધીને 22,462ની સપાટીએ બંધ આવ્યો હતો.
ચીનમાં મેન્યુફેક્ચરિંગના આંકડા 13 મહિનામાં સૌથી મજબૂત આવ્યા પછી મેટલ શેરોમાં તેજી થઈ હતી. નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ચાર ટકા વધ્યો હતો. માર્ચમાં ઓટો કંપનીઓમાં મિશ્ર ડેટાને કારણે ઓટો શેરોમાં પસંદગીના શેરોમાં તેજી થઈ હતી. સોનાની કિંમતોની તેજીને કારણે મુથુટ ફાઇનાન્સ અને મન્નપુરમ ફાઇનાન્સમાં તેજી થઈ હતી.
BSE પર તેજી સાથે બંધ થવાની સંખ્યા વધુ હતી. એક્ટસચેન્જ પર 4048 શેરોમાં કામકાજ થયાં હતાં, એમાંથી 3230 શેરો તેજી સાથે બંધ થયા હતા, જ્યારે 674 શેરોમાં ઘટાડો થયો હતો. 154 શેરો સપાટ બંધ રહ્યા હતા. 169 શેરો 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 57 શેરોએ 52 સપ્તાહની નીચલી સપાટીને ટચ કરી હતી.