નવી લેવાલી ચાલુ રહેતા શેરબજારમાં તેજીઃ સેન્સેક્સમાં 165 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ– શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સમાચાર પાછળ ભારતીય શેરોમાં નવી લેવાલી આવી હતી, કોર્પોરેટ કંપનીઓના પરિણામો ધારણા કરતાં પ્રોત્સાહક આવી રહ્યા છે, જેને પરિણામે તેજીવાળા ખેલાડીઓએ બ્લુચિપ અને ઈન્ડેક્સ બેઈઝ્ડ શેરોમાં લેવાલી કાઢી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 165.87(0.48 ટકા) ઉછળી 34,616.64 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફટી 29.65(0.28 ટકા) ઉછળી 10,614.35 બંધ થયો હતો.આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડનો ભાવ 75 ડૉલરની સપાટી કૂદાવી ગયો હતો, જે 3 વર્ષની નવી હાઈ પર હતો. તેની સાથે ડૉલર સામે રૂપિયામાં આજે ઘટાડો અટકી ગયો હતો. રૂપિયો સતત છ ટ્રેડિંગ સેશનથી ઘટી રહ્યો હતો. પણ આજે રૂપિયામાં સુધારો આવ્યો હતો. તેમ છતાં ભારતીય શેરોમાં નવી લેવાલી આવી હતી, ક્રૂડના ભાવ વધ્યા હોવાથી આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધુ ભડકો થશે, અને તેને કારણે મોંઘવારી વધશે. જે ગણતરી છતા નવી લેવાલીથી માર્કેટમાં તેજીની આગેકૂચ રહી હતી.

  • માર્ચમાં જીએસટી કલેક્શન 96,000 કરોડ રૂપિયાની સપાટી કૂદાવી ગયો ગયું છે, સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ 23 માર્ચ સુધીનો આ આંકડો છે. સરકારને વિશ્વાસ છે કે માર્ચમાં જીએસટી કલેક્શન 1,00,000 કરોડને પાર કરી જશે.
  • આજે બેંક, કેપિટલ ગુડ્ઝ, ફાર્મા, એફએમસીજી, ઓઈલ એન્ડ ગેસ સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજીની આગેકૂચ રહી હતી.
  • તેજી બજારમાં પણ આઈટી, મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ, પીએસયુ, ટેકનોલોજી સેકટરના શેરોમાં વેચવાલીથી નરમાઈ રહી હતી.
  • રોકડાના શેરોમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 4.15 માઈનસ બંધ રહ્યો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 24.42 માઈનસ બંધ હતો.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]