મુંબઈઃ અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજદર બાબતે નિર્ણય લે એની પહેલાં સાવચેતીરૂપે વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સાવધાનીનું વલણ છે. એની અસર તળે 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં માત્ર 0.12 ટકા (53 પોઇન્ટ) વધીને 42,549 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 42,496 ખૂલ્યા બાદ 42,877ની ઉપલી અને 42,081ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો.
ઇન્ડેક્સના ઘટકોમાંથી સોલાના, એક્સઆરપી, ટ્રોન અને ઈથેરિયમમાં વૃદ્ધિ થઈ હતી, જ્યારે ચેઇનલિંક, અવાલાંશ, ડોઝકોઇન અને કાર્ડાનોમાં ઘટાડો થયો હતો.
દરમિયાન, ક્રીપ્ટોકરન્સી સંબંધિત વ્યવહારો સરકારના ઉદ્દેશ્યોને અનુરૂપ રહે એ માટે રશિયાની બેન્ક આ વ્યવહારો પર નજર રાખે છે. સરકારી કંપનીઓ આ ક્ષેત્રમાં પ્રવેશ કરી શકે એ દૃષ્ટિએ ક્રીપ્ટો ક્ષેત્રે નિયમન લાવવાનો બેન્કનો હેતુ છે. બીજી બાજુ, મલ્ટિબેન્ક ગ્રુપે નિયમન હેઠળ મલ્ટિબેન્ક ડોટ આઇઓ નામનું ક્રીપ્ટો એક્સચેન્જ ખોલ્યું છે. આ એક્સચેન્જમાં સલામતી હેઠળ ઝડપથી સોદા થઈ શકશે એવી બાંયધરી એક્સચેન્જે આપી છે.
