આઇસી15 ઇન્ડેક્સમાં 650 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ અમેરિકન સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન સામે ચાલી રહેલા રિપલ લેબ્સના કેસમાં ડિસ્ટ્રિક્ટ ન્યાયમૂર્તિએ આંશિક રીતે રિપલની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર ક્રીપ્ટોકરન્સી ઉદ્યોગમાં હર્ષનું મોજું ફરી વળ્યું હતું, જેની અસર તળે માર્કેટનો બેન્ચમાર્ક – આઇસી15 ઇન્ડેક્સ 650 પોઇન્ટ વધ્યો હતો. રિપલમાં સૌથી વધુ એટલે કે 68.18 ટકાનો વધારો જોવા મળ્યો હતો. સોલાના, કાર્ડાનો અને અવાલાંશ 16થી 28 ટકાની રેન્જમાં વધ્યા હતા.

દરમિયાન, એચડીએફસી બેન્કે ભારતીય સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી – ડિજિટલ રૂપી માટે ઉપયોગમાં લઈ શકાય એવા યુપીઆઇ આધારિત ક્યુઆર કોડની જાહેરાત કરી છે. સીબીડીસી અને યુપીઆઇ બન્નેના વ્યવહારો પરસ્પર થઈ શકે એ માટેની આ વ્યવસ્થા છે.

૩.૦ વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.61 ટકા (650 પોઇન્ટ) વધીને 41,089 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,439 ખૂલીને 41,550ની ઉપલી અને 40,351 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો