જૂનાગઢમાં PMના પ્રચાર પર ગરમીનો પ્રકોપ!

લોકસભા ચૂંટણીને 7 દિવસ બાકી છે. તમામ પાર્ટીના કેન્દ્રીય નેતાઓ જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. તો બીજી બાજુ ચૂંટણી સુધી રાજ્યમાં ગરમીનો પારો યથાવત્ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 1લી મેથી બે દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે છે. PM મોદી રાજ્યમાં પ્રચંડ પ્રાચર કરવાના છે.

1લી મેના રોજ PM મોદી બનાસકાંઠાના ડીસા અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં બે જાહેર સભાઓને સંબોધશે. 2જી મેના રોજ PM મોદી આણંદ, સુરેન્દ્રનગરના વઢવાણ, જૂનાગઢ અને જામનગરમાં જાહેર સભાઓને સંબોધશે. જ્યારે જૂનાગઢમાં પોરબંદર, અમરેલી અને જામનગરની લોકસભા બેઠકો માટે પ્રચાર કરશે.

જૂનાગઢમાં 2જી મેના બપોર બે વાગ્યે PM મોદી જનસભાને સંબોધન કરશે. જૂનાગઢના કૃષિ યુનિવર્ષિટીના મેદાનમાં PM નરેન્દ્ર મોદીની જનસભા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આકરા તડકામાં કોઈ પણ સરકારી મશિનરીનો ઉપયોગ કર્યા વગર મોટી સંખ્યામાં લોકોને સભા સુધી લાવવા એ કાર્યકરો માટે પડકાર છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર સભા હોવાના કારણે કાર્યકર્તાઓને જનમેદીને ખાનગી વાહનોમાં લાવવા પડશે. તો જૂનાગઢમાં પ્રચારથી ભાજપ સાત વિધાનસભા સહિત પોરબંદર અને અમરેલી બેઠક માટે પ્રચાર કરશે. હાલ સુધી ભાજપનો ટાર્ગેટ 60 હજારથી વધુની સંખ્યામાં લોકોને એકત્ર કરવાનો છે. જે પૂર્ણ કરવો પણ ભાજપના કાર્યકરો માટે મોટી પડકાર છે. તો ઉપરાંત હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં હિટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હાલ સુધીમાં રાજ્યમાં બે એવા કેસ પણ બન્યા છે જ્યાં ચૂંટણી ફરજ બજાવતા લોકોને હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોય. જ્યારે બીજા તબક્કાના મતદાન સમયે કેરળમાં મતદાન કરતી વખતે ગરમીના લીધે 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આવી પરિસ્થિતીમાં જોવાનું રહ્યું છે. ભાજપનો ચૂંટણી પ્રચાર કેટલો સફળ રહે છે.