ચંદ્રયાન-3ની સફળતાથી પ્રોત્સાહિત આ શખસે ચંદ્ર પર જમીન ખરીદી

શ્રીનગરઃ ચંદ્રયાન-3નું 23 ઓગસ્ટે ચંદ્ર પર ઐતિહાસિક સફળ લેન્ડિંગથી ઉત્સાહિત લોકોને ચંદ્ર પર જમીન લેવા માટે પ્રોત્સાહિત કરી દીધા છે. અહેવાલ છે કે જમ્મુના એક બિઝનેસમેન રૂપેશ મેસન (49)એ 25 ઓગસ્ટે ચંદ્ર પર જમીન ખરીદી છે. તેમણે જ્યાં જમીન ખરીદી છે, એને આનંદનું સરોવર (Lake of Happiness) તરીકે ઓળખાય છે. મેસને ન્યુ યોર્કના ધ લુનર રજિસ્ટ્રીથી આટલી મોટી સંપત્તિ પોતાને નામે કરી લીધી છે.

તેમણે કહ્યું હતું કે તેમણે ટ્રેક્ટ 55-પાર્સલ 10,772-ને આનંદનું સરોવરને નામે ઓળખાય છે, ત્યાં જમીન ખરીદી છે.  તેઓ જમ્મુ અને કાશ્મીર અને લેહના UCMASના રિજનલ ડિરેક્ટર છે. તેમણે કહ્યું હતું કે હું ન્યુ યોર્ક શહેરમાં ધ લુનર રજિસ્ટ્રીથી જમીન ખરીદી ને એને 25 ઓગસ્ટે મારે નામે કરી છે.

તેમનું માનવું છે કે ચંદ્ર પર એક પ્લોટ અથવા તો ભવિષ્યમાં એ આશાનું પ્રતીક છે અથવા જળવાયુ પરિવર્તનનો સામનો કરતી વ્યક્તિ માટે એક મનોવૈજ્ઞાનિક પલાયન છે. એક અલગ ભવિષ્યની સાથે એક મજબૂત સંબંધ, આ પ્રકારની ખરીદદારી એક અલગ ભવિષ્ય માટે કેટલીક હદ સુધીની તૈયારીઓ છે. તેમણે કહ્યું હતું કે આશરે 675 મશહૂર હસ્તીઓ અને અમેરિકાના ત્રણ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિઓની પાસે ચંદ્ર પર જમીન છે.