ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર

ગુજરાત ગૌણ સેવા મંડળ દ્વારા આજે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જી હાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર કરાઈ છે. આગામી 11, 13, 14, 16, 17 અને 20 મેના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 4 શિફ્ટમાં પરીક્ષા યોજવાનું આયોજન કરાયું છે. લોકસભા ચૂંટણીને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર ડાઉનલોડ કરી શકશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212/202324 ગુજરાત ગૌણ સેવા ક્લાસ 3ની ગ્રુપ A અને Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કુલ 5,554 જગ્યાઓ પર સીધી ભરતીની માટેની પરીક્ષાનું આયોજન કરાયું છે. આ માટે ઉમેદવારો પાસેથી 4 જાન્યુઆરી 2024થી 31 જાન્યુઆરી 2024 દરમિયાન OJAS વેબસાઈટના માધ્યમથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેની CCEની પરીક્ષા ચાર સેશનમાં CBRT પદ્ધતિથી આયોજન કરવામાં આવી છે.

પરીક્ષા કાર્યક્રમ જાહેર

ગૌણ સેવાએ મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ અંગેની જાહેરાત કરતા જણાવ્યું છે કે, જાહેરાત ક્રમાંક: 212/202324, ગુજરાત ગૌણ સેવા વર્ગ-3 (ગૃપ-A તથા ગૃપ-B)ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 01/04/2024ના રોજથી શરૂ કરવામાં આવેલ છે. અગાઉ તારીખ 19/04/2024ના રોજ જણાવ્યા મુજબ પરીક્ષા કાર્યક્રમની તા.20,21,27,28 એપ્રિલ 2024 અને તારીખ 4,5 મે 2024ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવેલી હતી. જ્યારે તા. 08/05/2024 અને તા.09/05/2024ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલો છે.