અમદાવાદઃ વર્ષ 2023 પૂરું થવામાં બે દિવસ બાકી છે, પણ કેલેન્ડર વર્ષે આજે વિદાય લઈ લીધી છે. સતત આઠમા વર્ષે શેરબજારોએ પ્રોત્સાહક રિટર્ન આપ્યું છે. સેન્સેક્સમાં છેલ્લા એક વર્ષમાં 11,000 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે નિફ્ટીએ 20 ટકાથી વધુની છલાંગ મારી છે.
ગયું વર્ષ બજારમાં માટે આગઝરતી તેજીનું રહ્યું હતું. આ કેલેન્ડર વર્ષમાં BSEમાં લિસ્ટેડ બધા શેરોનું માર્કેટ કેપ રૂ. 81.3 લાખ કરોડથી વધીને રૂ. 363.67 લાખ કરોડે પહોંચ્યું હતું.નિફ્ટીએ સતત આઠમા વર્ષે પોઝિટિવ રિટર્ન આપ્યું છે. આ પહેલાં 2015માં નિફ્ટીમાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
નિફ્ટી 50માંથી 48 શેરોમાં પોઝિટિવ રિટર્ન મળ્યું છે. ટાટા મોટર્સના શેરે 100 ટકાથી વધુ વળતર આપ્યું છે. વર્ષમાં નિફ્ટીના છ શેરોએ 50 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. બેન્કોનો પ્રોફિટ 26 ટકા થી વધીને રૂ. 2.28 લાખ કરોડ થયો છે. વર્ષ 2023માં PSU બેન્કોનો પ્રોફિટ 62 ટકા વધ્યો છે. વર્ષ 2023માં બેડ લોન કુલ એસેટના 5.8 ટકાથી ઘટીને 3.96 ટકા પર આવી ગઈ છે. બેન્કોનો નેટ ઇન્ટરેસ્ટ માર્જિંન 2.92 ટકાથી વધીને 3.16 ટકાએ પહોંચ્યો છે. RBIએ US ફેડથી પહેલાં વ્યાજદર વધારવાનો સિલસિલો અટકાવ્યો છે.
ડિફેન્સ એક્સપોર્ટ માટે ઐતિહાસિક વર્ષ રહ્યું છે. નિકાસ વધીને રૂ. 16,000 કરોડ થઈ ગઈ છે. સૌપ્રથમ વાર ડિફેન્સ ઉત્પાદન રૂ. એક લાખ કરોડથી પાર થયું છે.