લંડનઃ પાકિસ્તાન અને એના લોકોને છોડી દો, અહીંના મંત્રી હોય કે પછી ક્રિકેટર—સમયાંતરે એમની ઘોર બેઇજ્જતી થતી રહે છે. ક્યારેક સોશિયલ મિડિયા પર તો ક્યારેય અન્ય દેશમાં. હાલ પણ એવો જ એક વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જે બ્રિટનનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાનના ગૃહ મંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન મોહસિન નકવીની કારની સુરક્ષા તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટના તે સમયે બની હોવાનું કહેવાય છે જ્યારે તેઓ બ્રિટનના વિદેશ કાર્યાલયમાં પ્રવેશી રહ્યા હતા. સુરક્ષાનાં કારણોસર તેમની કારની વિસ્ફોટક સામગ્રી માટે તપાસ કરવામાં આવી હતી. એવું જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ ત્યાં પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનના એક પૂર્વ સલાહકારના પ્રત્યાર્પણના મામલે ચર્ચા કરવા પહોંચ્યા હતા.
આ વિડિયોમાં જોઈ શકાય છે કે જેમ જ તેઓ કાળી લક્ઝરી કારમાંથી નીચે ઊતરે છે, સુરક્ષા કર્મચારી તેમને એક તરફ ઊભા રહેવા કહે છે અને તેમની કારની તપાસ શરૂ કરી દે છે. ઇન્ટરનેટ પર 1.45 મિનિટના વિડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે પાકિસ્તાનના ફેડરલ ઇન્ટિરિયર મિનિસ્ટર મોહસિન નકવી કાળી લક્ઝરી કારમાં બેઠા છે અને સુરક્ષા કર્મચારીઓ તેમની કારની તલાશી લઈ રહ્યા છે. એ દરમિયાન મોહસિન નકવી કારમાં જ બેઠા રહે છે. આખું દ્રશ્ય ત્યાં હાજર લોકોને કેમેરામાં કેદ કર્યું અને સોશિયલ મિડિયા પર શેર કરી દીધું. ત્યાર બાદ આ વિડિયો ઝડપથી વાયરલ થઈ ગયો.
यह देखिए पाकिस्तान के फेडरल इंटीरियर मिनिस्टर मोहसिन नकवी का किस तरह से ब्रिटिश विदेश मंत्रालय में स्वागत किया गया
उन्हें कार से उतार दिया गया कार के हर एक पुर्जे की जांच की गई गहन तलाशी ली गई की कही इसमें बम तो नहीं है
आप वीडियो में देख सकते हैं खुद मोहसिन नकवी खड़े देखेंगे… pic.twitter.com/vLLOlqfT9B
— 🇮🇳Jitendra pratap singh🇮🇳 (@jpsin1) December 9, 2025
યુઝર્સની કોમેન્ટ્સ
વિડિયો વાયરલ થયા પછી યુઝર્સે અનેક પ્રકારના કોમેન્ટ કર્યા છે. એકે લખ્યું હતું તે પાકિસ્તાન પર ભરોસો થઈ શકે નહીં, દરેક વિદેશી દેશને ખબર છે. બીજા એકે લખ્યું હતું કે સારું છે ભાઈ, ક્યાંક જેહાદને નામે ફાટી ન જાય.




