મુંબઈ ઈન્ડિયન્સ 2019 આઈપીએલની ફાઈનલમાં…

મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્ત્વવાળી અને ગયા વર્ષની વિજેતા ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને 7 મે, મંગળવારે ચેન્નાઈના ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાયેલી ક્વાલિફાયર-1 મેચમાં 6-વિકેટથી હરાવીને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ આઈપીએલ-2019 સ્પર્ધાની ફાઈનલમાં પહોંચી ગઈ છે. સ્કોરઃ ચેન્નાઈ સુપરકિંગ્સ 131-4 (20). અંબાતી રાયડુ 42*, મહેન્દ્ર સિંહ ધોની 37*. મુંબઈ ઈન્ડિયન્સ 132-3 (18.3). સૂર્યકુમાર યાદવ 71*, ઈશાન કિશન 28. સૂર્યકુમાર યાદવને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો. (તસવીરોઃ iplt20.com)