કોહલીએ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો…

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ 10 મે, સોમવારે મુંબઈમાં કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીનો પહેલો ડોઝ લીધો હતો અને એની તસવીર સોશિયલ મિડિયા પર રિલીઝ થઈ છે. 32 વર્ષીય કોહલીએ એનાં પ્રશંસકોને અપીલ કરી છે કે તેમણે પણ વહેલી તકે આ રસી લઈ લેવી અને શારીરિક રીતે ફિટ રહેવું.

કોહલી ઉપરાંત ભારતીય ટીમના અન્ય ખેલાડી –કોહલી ઉપરાંત ભારતીય ટીમના વાઈસ-કેપ્ટન અજિંક્ય રહાણે, ફાસ્ટ બોલર ઉમેશ યાદવ અને ઓપનર શિખર ધવન એમની રસીનો પહેલો ડોઝ લઈ ચૂક્યા છે.

દિલ્હીનિવાસી ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ તેની પત્ની પ્રતિમા સાથે રસી લીધી હતી અને વેક્સિનેશન સેન્ટરની બહાર ઊભીને સેલ્ફી લઈને સોશિયલ મિડિયા પર શેર કરી છે.

ઉમેશ યાદવ

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]