ટોક્યો ઓલિમ્પિક્સનાં મેડલવિજેતાઓનું દિલ્હીમાં સમ્માન

ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ-2020માં કુલ સાત મેડલ જીતનાર દેશના એથ્લીટ-ખેલાડીઓ 9 ઓગસ્ટ, સોમવારે નવી દિલ્હી આવી પહોંચ્યાં બાદ કેન્દ્રીય સ્પોર્ટ્સ પ્રધાન અનુરાગ ઠાકુરે અશોક હોટેલમાં એમનું સમ્માન કર્યું હતું. જેવેલીન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપરા, રજતચંદ્રક જીતનાર કુસ્તીબાજ રવિકુમાર દહિયા, રજતચંદ્રક જીતનાર મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુ, કાંસ્યચંદ્રક જીતનાર બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ, કાંસ્યચંદ્રક જીતનાર કુસ્તીબાજ બજરંગ પુનિયા, કાંસ્યચંદ્રક જીતનાર મહિલા બોક્સર લવલીના બોર્ગોહેન તથા કાંસ્યચંદ્રક જીતનાર પુરુષ હોકી ટીમના ખેલાડીઓનું આ સમારંભમાં સમ્માન કરવામાં આવ્યું હતું.

આ સમારંભમાં કેન્દ્રીય કાયદા પ્રધાન કિરન રિજીજુ અને સ્પોર્ટ્સ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન નિસિથ પ્રામાણિક પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]