દક્ષિણ મુંબઈની અગ્રગણ્ય ઈમારતોને તિરંગાનાં રંગોની રોશનીનો શણગાર…

ભારત દેશ તેની આઝાદીનું 75મું વર્ષ ઉજવી રહ્યું છે. કેન્દ્ર સરકારે 15 ઓગસ્ટના 75મા ‘સ્વાતંત્ર્ય દિન’ પૂર્વે શરૂ કરેલી દેશવ્યાપી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવણીના ભાગરૂપે મુંબઈ શહેરના દક્ષિણ ભાગમાં આવેલી અનેક અગ્રગણ્ય પ્રશાસકીય ઈમારતો, હેરીટેજ સ્થાનો તથા મહત્ત્વની સંસ્થાઓના મુખ્યાલયોની ઈમારતોને કેસરી, સફેદ, લીલો – એમ રાષ્ટ્રધ્વજના ત્રણ રંગવાળી LED રોશનીથી રોજ સંધ્યાકાળે અને આખી રાત ઝળહળિત કરવામાં આવે છે, જે જોઈને કોઈના પણ મુખમાંથી એક જ શબ્દ સરી પડે ‘ભવ્ય’..!! ઉપરની તસવીર છે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશનની, જે દક્ષિણ મુંબઈમાં મધ્ય રેલવેનું પ્રારંભિક સ્ટેશન છે. (તસવીરોઃ દીપક ધુરી)

મંત્રાલય (સચિવાલય)

વિધાનભવન

ગેટવે ઓફ ઈન્ડિયા

ભારતીય રિઝર્વ બેન્ક

શૈક્ષણિક સંસ્થા અંજુમન-એ-ઈસ્લામનું મુખ્યાલય

ક્રાફર્ડ માર્કેટ