સ્મૃતિ ઈરાનીનું શક્તિ પ્રદર્શન, અમેઠીથી નોંધાવી ઉમેદવારી

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ત્રીજી વખત ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન સ્મૃતિ ઈરાની સાથે MPના CM મોહન યાદવ પણ હાજર હતા. નોમિનેશન પૂર્વે વિશાળ રોડ શો યોજાયો હતો. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ત્યાં હાજર લોકોને સંબોધતા કહ્યું કે જે રીતે અમેઠીના લોકોએ 2019માં ઈતિહાસ રચ્યો હતો તે જ રીતે આ વખતે પણ ઈતિહાસનું પુનરાવર્તન થશે. અમેઠીમાં ફરી એકવાર કમળ ખીલશે.

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમવારે બપોરે 1 વાગ્યા બાદ ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન, વિજય રથથી ત્યાં હાજર લોકોને સંબોધિત કરતી વખતે, તેમણે કહ્યું, હું મોહન જીને કહેવા માંગુ છું કે અમેઠીના કાર્યકરોએ 2019 માં ભારતીય રાજકારણમાં ઇતિહાસ રચ્યો હતો. અમેઠીના સામાન્ય કાર્યકર્તાઓએ કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને તેમના ઘરે હરાવ્યા છે.

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વફાદાર સમર્થક અને સેવક તરીકે તેમણે આ ધરતી પર લાઠીચાર્જનો સામનો કર્યો છે અને કોંગ્રેસનો ત્રાસ સહન કર્યો છે. એક સમય એવો હતો જ્યારે કોંગ્રેસ વિરુદ્ધ શબ્દ બોલવા પર કોઈને જેલમાં મોકલવામાં આવતા. પરંતુ આજની સ્થિતિ જુદી છે. અમેઠીમાં ફરી એકવાર કમળ ખીલશે. ઉલ્લેખનીય છે કે 2014ની લોકસભા ચૂંટણી વખતે સ્મૃતિ ઈરાનીને રાહુલ ગાંધી અમેઠીથી હરાવ્યા. જ્યારે 2024 માટે કોંગ્રેસ પક્ષે હાલ સુધી અસમંજસમાં છે.