GalleryEvents વ્હાઈટ હાઉસમાં પીએમ મોદી-અમેરિકી ઉપપ્રમુખ કમલા હેરિસની દ્વિપક્ષીય મુલાકાત… September 24, 2021 અમેરિકાની ચાર દિવસની સત્તાવાર યાત્રા પર ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી 23 સપ્ટેમ્બર, ગુરુવારે બપોરે વોશિંગ્ટન ડી.સી. સ્થિત વ્હાઈટ હાઉસમાં અમેરિકાનાં પ્રથમ બિન-શ્વેત મહિલા ઉપપ્રમુખ કમલા હેરિસને એમનાં કાર્યાલયમાં મળ્યા હતા. ભારતીય મૂળનાં હેરિસે કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીની નિકાસ કરવાના ભારત સરકારના પગલાંની સરાહના કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે કોરોના રોગચાળાની શરૂઆત વખતે અન્ય દેશો માટે રસી મેળવવામાં ભારત મહત્ત્વનું સ્રોત બન્યું હતું. હેરિસ વડા પ્રધાન મોદીની એ વાતે સહમત થયાં હતાં કે સરહદ પારથી ભારત ઉપર ત્રાસવાદી હુમલાઓ કરવામાં આવે છે અને ભારત અનેક દાયકાઓથી ત્રાસવાદનું ભોગ બની રહ્યું છે. મોદીએ હેરિસને ભારતની મુલાકાતે આવવાનું સત્તાવાર રીતે આમંત્રણ પણ આપ્યું હતું.