મોદીએ નવી સંસદભવન ઈમારતના બાંધકામનું નિરીક્ષણ કર્યું…

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 26 સપ્ટેમ્બર, રવિવારે રાતે નવી દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા બાંધકામ સ્થળની ઓચિંતી મુલાકાત લીધી હતી અને ત્યાં લગભગ એક કલાક રહીને બાંધકામની પ્રગતિનું નિરીક્ષણ કર્યું હતું અને તાગ મેળવ્યો હતો. આ સ્થળે નવી સંસદભવન ઈમારત બંધાઈ રહી છે. મોદી હાર્ડ હેટ પહેરીને બાંધકામ સ્થળે ફર્યા હતા અને એન્જિનીયરો તથા કામદારો સાથે વાતચીત પણ કરી હતી. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટનો ગયા વર્ષની 10 ડિસેમ્બરે શુભારંભ કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન મોદીએ જ યોજનાનો શિલાન્યાસ વિધિ સંપન્ન કર્યો હતો. નવું સંસદભવન બિલ્ડિંગ 2022ના નવેમ્બર સુધીમાં બંધાઈ જવાની ધારણા છે. એ પછી તે વર્ષનું શિયાળુ સત્ર નવી ઈમારતમાં જ યોજાશે.