કોલકાતામાં અમિત શાહના રોડ શોમાં હિંસાચાર…

ભાજપ પ્રમુખ અમિત શાહે 14 મે, મંગળવારે કોલકાતામાં લોકસભા ચૂંટણીના પ્રચારાર્થે રોડ શોનું આયોજન કર્યું હતું, પરંતુ એ દરમિયાન ભાજપ અને પશ્ચિમ બંગાળની શાસક તૃણમુલ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે હિંસક અથડામણ ફાટી નીકળી હતી. દેખાવકારોએ કોલેજ સ્ટ્રીટ પાસે 3 મોટરસાઈકલોને આગ ચાંપી હતી. હિંસાખોરોએ વિદ્યાસાગર કોલેજમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની અર્ધપ્રતિમાની તોડફોડ કરી હતી. ભાજપે કોલકાતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટીએમસીના 100 જેટલા લોકોને અટકમાં લીધા છે. બંને પાર્ટીએ એકબીજા પર આરોપ મૂક્યો છે કે એમના ગુંડાઓએ હિંસાખોરી કરી હતી.


Bishnupur: West Bengal Chief Minister Mamata Banerjee addresses a public rally at Bishnupur in West Bengal's Bankura district, on May 7, 2019. (Photo: Indrajit Roy/IANS)
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]