વન પ્લસ 7 Pro, વન પ્લસ 7 સ્માર્ટફોન્સની ભારતમાં ધમાકેદાર એન્ટ્રી

કેતન મિસ્ત્રી (બેંગલોર)

છેલ્લા કેટલાક દિવસથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તથા જેના ફીચર્સની આસપાસ કુતૂહલતાનું જાળું વીંટળાયેલું હતું એ વન પ્લસ સેવન સિરીઝના સ્માર્ટફોન્સ ગઈ કાલે બેંગલોર ઈન્ટરનેશનલ એક્ઝિબીશન સેન્ટરમાં રજૂ કરવામાં આવ્યા.

દેશ-દુનિયામાંથી પધારેલા ૩૦૦થી વધુ પત્રકારો તથા ગેઝેટ ગુરુ, એક્સપર્ટસની હાજરીમાં આ ફોન લૉન્ચ કરવામાં આવ્યો. માત્ર એમેઝોનની વેબસાઈટ પરથી ઉપલબ્ધ થનારા આ ફોનની કિંમત જાણી લોઃ

કિંમત: વન પ્લસ 7 pro

6GB + 128 GB: 48,999

8GB + 256 GB: 52,999

12GB +256 GB: 57,999

કિંમત: વન પ્લસ 7

6GB + 128 GB: 37,999

8GB + 256 GB: 39,999

ઉલ્લેખનીય છે કે આ ફોનના કૅમેરાની એ બજારમાં આવ્યો એ પહેલાંથી વાહ વાહ થઈ રહી છે. જગવિખ્યાત મેગેઝિન નૅશનલ જ્યોગ્રાફિકમાં વન પ્લસ સેવનથી ઝડપાયેલા ફોટા છપાયા છે. આ મેગેઝિનમાં મોબાઈલથી શૂટ થયેલા ફોટા છપાયા હોય એવો કદાચ આ પહેલો જ બનાવ છે. તો સૈફ અલી ખાન-નવાઝુદ્દીન સિદ્દીકીને ચમકાવતી વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સ-ટુનું  મોશન પોસ્ટર પણ આ ફોનથી શૂટ થયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]