આ છે, આપણા ફેવરિટ બોલીવૂડ એરપોર્ટ લુક્સ…

CourtesyNykaa.com

ઈન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરવાનો આનંદ તમે તમારાં મુકામે  આગમન કરો ત્યારે જ શરૂ થાય છે એવું જો તમે સમજતાં હો તો તમારી એ ભૂલ છે. તમને જો ‘એરપોર્ટ લુક્સ’ વિશે કંઈ ખબર ન હોય તો તમે અજ્ઞાન છો. એરપોર્ટ્સની બહાર જો પાપારાઝી (ફ્રીલાન્સ ફોટોગ્રાફરો)નું ટોળું જમા થતું હોય તો તમારા માટે એક સંકેત છે કે આ હોલીડે સીઝનમાં તમે તમારી એરપોર્ટ સ્ટાઈલને અપગ્રેડ કરી લો. અને આમાં તમને સૌથી સરસ રીતે શીખડાવવામાં આપણી બોલીવૂડ બેબ્સ બેસ્ટ છે, બીજું કોઈ નહીં. વિમાનમાંથી ઉતરીને પરસેવાનો કેવી રીતે લૂછવો એનાથી લઈને ઊંચી એડીનાં જૂતાં પહેરીને કેવી રીતે ચાલવું એ બધું તમે એમની પાસેથી જ શીખી શકો છો!


સોનાક્ષી સિન્હા

ડેનિમની ઉપર ડેનિમ, સોના જ્યારે વિમાન પ્રવાસ કરતી હોય છે ત્યારે એને કોઈ પણ પ્રકારની ઝંઝટ ગમતી નથી. કેઝ્યુઅલ એરપોર્ટ સ્ટાઈલમાં હોય તો પણ એ ટોળામાં અલગ તરી આવે છે એનું કારણ શું? એની એક્સેસરીઝ: ચોકર, અરીસા જેવા સનગ્લાસીસ અને ચમકતાં શૂઝ!

આવો લુક મેળવવા માટે આ ખરીદો: Zuri Black Velvet Choker


અથિયા શેટ્ટી

હાઈ-વેઈસ્ટવાળા ડેનિમ પેન્ટ ઉપર ક્લાસિક સફેદ ક્રોપ ટોપ? અરે એ તો એકદમ હિટ કહેવાય. રાહતપૂર્ણ સેન્ડલ્સ અને ખુલ્લી ઝુલ્ફોવાળો જુનિયર શેટ્ટીનો પોશાક અમને બહુ ગમ્યો છે, કારણ કે એની સાચવણીની ઝંઝટ ઓછી છે. આ નોંધ્યું ને?

આવો લુક મેળવવા માટે આ ખરીદો: Philips HP8304/00 Selfie Hair Straightener


અદા ખાન

અરે વાહ! લાલ રંગ રંગેલા વાળવાળી આ બોલીવૂડ સુંદરીને તો એ ખાસ ધ્યાન રાખે કે ઉનાળામાં પ્રવાસ દરમિયાન કોઈ પ્રકારની પરેશાની ન થાય. એ માટે એ પહેરે છે આંખ મિંચકારતી ડિઝાઈનવાળો બેલ સ્લીવ ડેનિમ ડ્રેસ. પેલા ઓન-ટ્રેન્ડ સફેદ શૂઝ પર ખાસ ધ્યાન આપજો.

આવો લુક મેળવવા માટે આ ખરીદો: L’Oreal Paris Casting Creme Gloss Hair Color – 360 Black Cherry


કાજલ અગ્રવાલ

અમને તો આશ્ચર્ય એ વાતનું થાય છે કે કાજલ એનાં સન-કિસ્ડ અને મેકઅપ વગરના લુકમાં સુંદર કેવી રીતે દેખાય છે! એ સજ્જ થઈ છે પેસ્ટલ ફિટ-એન-ફ્લેર મિડી ડ્રેસમાં અને પગમાં સ્ટ્રેપી ગ્લેડિએટર્સમાં. કોઈ સમુદ્રકિનારા પરના વેકેશન પર જવાનું હોય અને સૂર્યના તડકામાં ફરવાનું હોય તો આ એરપોર્ટ લુક પસંદ કરજો.

આવો લુક મેળવવા માટે આ ખરીદો: Avon True Color Luminous Concealer Stick


શિલ્પા શેટ્ટી

સુંદર મમ્મીઓની ગણતરીમાં આ નંબર-વન છે. પેસ્ટલ-બ્લુ રંગનું નોટેડ બ્લાઉઝ, એની નીચે સફેદ લિનન પેન્ટ અને પગમાં ઊંચી એડીવાળા પીપ-ટો જૂતા, આવા સ્માર્ટ કેઝ્યુલ્સ શિલ્પા જેવા બીજા કોઈને ન જામે. અને પેલા ઉત્કૃષ્ટ સનગ્લાસીસને તો જરાય ભૂલવા જેવા નથી. મિસિસ કુન્દ્રા, તમને આ સૂઝ્યું કેવી રીતે?

આવો લુક મેળવવા માટે આ ખરીદો: Joker & Witch Vegas Black Sunglasses


ઈશા ગુપ્તા

ઈશા કોઈ સામાન્ય પ્રવાસીની જેમ આસાનીથી પસાર થઈ શકી હોત, જો એ ક્લાસિક બેઝિક-ટી-ઓવર-બ્લૂ-ડેનિમ્સમાં આટલી બધી આકર્ષક દેખાતી ન હોત. ગુલાબી લિપસ્ટિકથી રંગેલા હોઠ અને ચટાપટા હીલવાળા જૂતાં કોઈનું પણ ધ્યાન ખેંચે.

આવો લુક મેળવવા માટે આ ખરીદો: Maybelline New York Color Sensational Powder Matte Lipstick – Pink Shot


પૂજા હેગડે

રૂપેરી દુનિયામાં ભલે નવી હશે, પણ એરપોર્ટ ફેશનની બાબતમાં એ બહુ નાની ઉંમરથી જ જાણકાર હોય એવું લાગે છે. ઓફ્ફ-શોલ્ડર ફ્લેર્ડ ટોપ અને રેગ્યૂલર ડેનિમ્સમાં કોઈ આટલી બધી ઠસ્સાદાર કેવી રીતે દેખાઈ શકે! પેલી ઘનિષ્ઠ ભમ્મર અને એકદમ મસ્ત બુટ્સ પણ ભૂલશો નહીં.

આવો લુક મેળવવા માટે આ ખરીદો: Maybelline Fashion Brow Duo Shaper


સોનલ ચૌહાણ

સ્ટાઈલ અપનાવવાની વાત આવે ત્યારે સોનલ જરાય શિખાઉ હોય એવું લાગતું નથી અને એનો સુંદર ગ્રાફિક ડ્રેસ એની સાબિતી છે. લાંબી અને થકવી નાખે એવી ફ્લાઈટ માટે કોઈને શેની જરૂર પડે! વધુમાં, મુલાયમ અને સેક્સી પગને બતાવવાની તક પણ શા માટે જતી કરવી જોઈએ? સોનલ તેં તો અમને પણ શીખવી દીધું.

આવો લુક મેળવવા માટે આ ખરીદો: Gillette Venus Breeze Razor


એવલીન શર્મા

એવલીન માટે કોઈ નિઃસાસા નાખવાની જરૂર નથી. એક સાથે અનેક ફૂલ કેટલા સરસ રીતે બતાડવા જોઈએ એવી આપણા બધાયની ચર્ચાનો એનું ટ્રોપિકલ બ્લાઉઝ અંત લાવે છે. ડેનિમ જેકેટ, હાઈ વેઈસ્ટ પેન્ટ અને પરફેક્ટ રીતે લગાડેલું વિંગ્ડ આયલાઈનર, વાહ, એવલીન કેટલી મસ્ત લાગે છે.

આવો લુક મેળવવા માટે આ ખરીદો: Nykaa Black Magic Liquid Eyeliner – Super Black 01