નવસારીઃ પાટિલનું પ્રભુત્વ જળવાઈ રહેશે?

દક્ષિણ ગુજરાતની આ બેઠક ભાજપનો કાયમી દબદબો ધરાવતી બેઠક છે. ભાજપની સાથે સાથે આ બેઠક પર બીન-ગુજરાતી મતદારોનો પણ દબદબો છે. નવું સીમાંકન અસ્તિત્વમાં આવ્યા પછી આ બેઠક પરથી કાયમ ભાજપ જ જીતતું આવ્યું છે એટલે કોંગ્રસ માટે અહીંથી જીતવું એ પડકાર છે. ગઇ ચૂંટણીમાં ભાજપના સી. આર. પાટીલ અહીંથી 5,58,116 મતની જંગી સરસાઇથી જીત્યા હતા. એમની સામે કૉંગ્રેસના મકસૂદ મિર્ઝા ચૂંટણી લડ્યા હતા.

કુલ 19,40,700 મતદાતા ધરાવતી આ બેઠક પર 4.50 લાખ બિન-ગુજરાતીઓ, 2,75,000 કોળી, 2 લાખ આદિવાસી અને1,30,000 મુસ્લિમ મતદારો છે.

લિંબાયત, ઉધના, મજૂરા, ચોર્યાસી, જલાલપોર, નવસારી અને ગણદેવી એમ સાતવિધાનસભા બેઠકો  ધરાવતા  આ લોકસભા મતવિસ્તારમાંથી બધી જ બેઠકો ભાજપના કબજામાં છે. ભાજપના સિટીંગ સંસદસભ્ય સી. આર. પાટીલ અને કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલ વચ્ચેના મુકાબલામાં અત્યારે તો સી.આર. પાટીલનું પલ્લુ ભારે ગણાય છે. કોંગ્રેસ પાસે આ વિસ્તારમાં મજબૂત નેતૃત્વનો ય અભાવ છે.

અત્યારે અહીં કુલ 25 ઉમેદવારો ઊભા છે.