Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsSportsસાઉથ આફ્રિકા સામે ટોસ જીતી ભારતે પહેલા બેટિંગ પસંદ કરી

સાઉથ આફ્રિકા સામે ટોસ જીતી ભારતે પહેલા બેટિંગ પસંદ કરી

કોલકાતાઃ અહીં ઈડન ગાર્ડન્સ ખાતે આજે સાઉથ આફ્રિકા સામેની વર્લ્ડ કપ-2023 લીગ મેચમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમ સેમી ફાઈનલમાં પહોંચી ચૂકી છે. આજનો દિવસ એ રીતે વિશેષ છે કે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટર વિરાટ કોહલીનો આજે 35મો જન્મદિવસ છે.

ભારતે ગઈ મેચમાં રમેલી તેની ટીમને યથાવત્ રાખી છે. સાઉથ આફ્રિકા ટીમે એક ફેરફાર કર્યો છે. જમોડી ફાસ્ટ બોલર જેરાલ્ડ કોએટ્ઝીની જગ્યાએ ડાબોડી ચાઈનામેન બોલર તબરેઝ શમ્સીને ઈલેવનમાં સ્થાન આપ્યું છે. ભારતીય ટીમ તેની સાતેય મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર છે. સાઉથ આફ્રિકા સાતમાંથી છ મેચ જીતને બીજા ક્રમે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular