આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 27 રને હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી છે. ગુવાહાટીમાં વરસાદને કારણે મેચ મોડી શરૂ થઈ હતી અને 11 ઓવરની કરી દેવામાં આવી હતી. રાજસ્થાને પહેલા બેટિંગ કરતા 11 ઓવરમાં 150 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેમાં યશસ્વી જાયસવાલે 77 રન અને વૈભવ સૂર્યવંશીએ 39 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ નિર્ધારિત ઓવરોમાં 123 રન જ બનાવી શકી હતી. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ જસપ્રીત બુમરાહની ઓવરમાં બે છગ્ગા ફટકારીને સૌને ચોંકાવી દીધા હતા.
A hat-trick of wins and yet to be beaten! 🩷#RR light up Guwahati with a phenomenal 2️⃣7️⃣ run win over #MI to take the top spot on the points table 👏
Scorecard ▶️ https://t.co/BCCaxRwjYg#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals pic.twitter.com/lLoKuuOZV4
— IndianPremierLeague (@IPL) April 7, 2026
ગુવાહાટીના મેદાન પર રમાયેલી આ મેચમાં કુદરતે શરૂઆતમાં ભારે ખલેલ પહોંચાડી હતી. અંદાજે 2 કલાક અને 40 મિનિટ સુધી વરસાદ ચાલુ રહેતા મેચ રદ થવાની ભીતિ સેવાઈ રહી હતી, પરંતુ રાત્રે 10 વાગ્યા પછી જ્યારે રમત શરૂ થઈ ત્યારે ઓવરોમાં કાપ મૂકીને 11-11 ઓવરની મેચ નક્કી કરવામાં આવી હતી. રાજસ્થાન રોયલ્સના ઓપનરોએ પ્રથમ બોલથી જ આક્રમક અભિગમ અપનાવ્યો હતો. યશસ્વી જાયસવાલ અને માત્ર 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ માત્ર 5 ઓવરમાં જ 80 રન જોડીને મુંબઈને બેકફૂટ પર ધકેલી દીધું હતું. જાયસવાલે 32 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 77 રન બનાવ્યા હતા.
Yashasvi Jaiswal shines again vs #MI 💎
The @rajasthanroyals opener is adjudged the Player of the Match for his stunning knock 👊
WATCH HIS INNINGS ▶️ https://t.co/H8rr3mtjvx#TATAIPL | #KhelBindaas | #RRvMI | @rajasthanroyals | @ybj_19 pic.twitter.com/V8yL5vSxG0
— IndianPremierLeague (@IPL) April 7, 2026
મેચની સૌથી યાદગાર ક્ષણ ત્યારે જોવા મળી જ્યારે યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીનો સામનો વિશ્વના શ્રેષ્ઠ બોલર જસપ્રીત બુમરાહ સાથે થયો. પોતાની કારકિર્દીમાં પહેલીવાર બુમરાહનો સામનો કરી રહેલા વૈભવે જરા પણ ડર્યા વગર બુમરાહના પ્રથમ બોલ પર જ લાંબી સિક્સ ફટકારી દીધી હતી. આટલું જ નહીં, તેણે તે જ ઓવરમાં બીજી સિક્સ લગાવીને ક્રિકેટ જગતને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. વૈભવે માત્ર 14 બોલમાં 5 છગ્ગાની મદદથી 39 રન ફટકાર્યા હતા. આ વિસ્ફોટક બેટિંગના સહારે રાજસ્થાને 11 ઓવરમાં 3 વિકેટે 150 રનનો પહાડ જેવો સ્કોર ઉભો કર્યો હતો.
151 રનના વિશાળ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. મુંબઈને શરૂઆતની 3 ઓવરમાં જ ત્રણ મોટા ઝટકા લાગ્યા હતા, જેમાં રાયન રિકલટન, સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્મા પેવેલિયન ભેગા થઈ ગયા હતા. 3 ઓવરના અંતે મુંબઈનો સ્કોર માત્ર 22 રન હતો. પંચમી ઓવરમાં કેપ્ટન હાર્દિક પંડ્યા અને તિલક વર્મા પણ આઉટ થતા મુંબઈએ 46 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી અને હાર નિશ્ચિત જણાતી હતી. રાજસ્થાનના બોલરોએ ચોકસાઈપૂર્વક લાઈન અને લેન્થ જાળવી રાખીને મુંબઈના બેટ્સમેનોને બાંધી રાખ્યા હતા.
મેચના અંતિમ તબક્કામાં નમન ધીર અને શેરફેન રધરફોર્ડે થોડો પ્રતિકાર કર્યો હતો. બંનેએ 47 રનની તોફાની ભાગીદારી કરીને મુંબઈની આશા જીવંત રાખી હતી, પરંતુ બંને 25-25 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. મધ્યક્રમ નિષ્ફળ જતા મુંબઈની ટીમ 11 ઓવરમાં 123 રન સુધી જ પહોંચી શકી હતી અને 27 રનથી મેચ ગુમાવી દીધી હતી. રાજસ્થાન રોયલ્સ માટે આ જીત ટેબલ પોઈન્ટ્સમાં ટોચનું સ્થાન મજબૂત કરનારી સાબિત થઈ છે, જ્યારે મુંબઈ માટે હવે પછીની મેચોમાં વાપસી કરવી અનિવાર્ય બની ગઈ છે.




