રાજકોટ: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં રાજકીય પક્ષો સક્રિય થયા છે. ત્યારે ક્ષત્રિય આંદોલન દરમિયાન સક્રિય ભૂમિકા ભજવીને ચર્ચામાં આવેલા પદ્મિનીબા વાળા મંગળવારે આમ આદમી પાર્ટી (AAP)માં જોડાયા છે. એક કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં તેમણે આપનો કેસ ધારણ કર્યો.
આમ આદમી પાર્ટીની કામની રાજનીતિથી પ્રેરિત થઈ ક્ષત્રિય આંદોલનના મહિલા ક્રાંતિકારી બહેન પદ્મિનીબા વાળા આજે પ્રદેશ પ્રમુખ @isudan_gadhvi ના હસ્તે પાર્ટીનો ખેસ ધારણ કરી વિધિવત રીતે AAP માં જોડાયા.
આ તકે AAP ગુજરાત મધ્ય ઝોન કાર્યકારી પ્રમુખ @DrJewelvasra__ પણ ઉપસ્થિત રહ્યા અને… pic.twitter.com/w8sOLEKKzs
— AAP Gujarat (@AAPGujarat) April 7, 2026
પદ્મિનીબા વાળાએ પોતાના આ નિર્ણય પાછળનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું કે, તેઓ જનતાની સેવા કરવા અને અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે આ મંચ પર આવ્યા છે. ક્ષત્રિય આંદોલન વખતે પદ્મિનીબાએ જે રીતે સરકાર સામે બાથ ભીડી હતી. તેનાથી તેઓ સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં આવ્યા હતા. હવે જ્યારે તેઓ સક્રિય રાજકારણમાં પ્રવેશ્યા છે, ત્યારે ક્ષત્રિય સમાજ અને અન્ય વર્ગોમાં આ નિર્ણયની કેવી અસર પડશે તે જોવું રસપ્રદ રહેશે.
ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, સરકારની તાનાશાહીનો ભોગ બનેલા જેટલા પણ લોકો છે, એ તમામને હું આમ આદમી પાર્ટીમાં આવકારું છું. અમારી સાથે તેઓ પંજાબમાં આમ આદમીની સરકાર દ્વારા દર મહિને મહિલાઓના ખાતામાં જે રૂપિયા 1000 આપવામાં આવી રહ્યા છે તેનાથી પ્રેરિત થઇ આમ આદમી પાર્ટીમાં જોડાવવા નિર્ણય કર્યો છે.




