‘ચિત્રલેખા’ ચેરમેન મૌલિક કોટકની ફોટોગ્રાફી કળા પુસ્તક રૂપે પ્રગટ…

‘ચિત્રલેખા’ ગ્રુપના ચેરમેન મૌલિક કોટક ફોટોગ્રાફીના નાનપણથી જ શોખીન અને આ કળાના અચ્છા પારખુ રહ્યા છે. મુંબઈમાં તેઓ એમના નિવાસસ્થાન નજીકના જુહૂ બીચ પર નિયમિત રીતે મોર્નિંગ વોક કરવા જાય. સાથે એમનો કેમેરા પણ હોય. છેલ્લા 18 વર્ષ દરમિયાન એમણે જુહૂ બીચ પર પાડેલી વિવિધ તસવીરોના સંગ્રહને એક પુસ્તકના રૂપમાં પ્રગટ કરવાનું નક્કી કર્યું. એ કોફી ટેબલ બુક ‘લાઈફ ઓન જુહૂ બીચ’નું હાલમાં જ મુંબઈમાં અનોખી રીતે વિમોચન કરવામાં આવ્યું હતું. એ પ્રસંગે જાણીતા અભિનેતાઓ – મનોજ જોશી અને દિલીપ જોશી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને બીજા અનેક જાણીતા મહાનુભાવોની હાજરીમાં પુસ્તકનું વિમોચન કર્યું હતું.

એ પ્રસંગનો વિગતવાર અહેવાલ વાંચવા માટે આ લિન્ક પર ક્લિક કરો…

https://chitralekha.com/mvkjuhubook.pdf