પાકિસ્તાની સેનાએ ભારતને ગણાવ્યું પોતાના દેશ માટે સંકટ

0
1184

નવી દિલ્હી- પાકિસ્તાન દ્વારા ફરીથી ભારત વિરૂદ્ધ ઝેર ઓકવામાં આવ્યું છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યુ છે કે ભારત અમારા દેશ માટે ભયાનક છે, જેણે અમારી પૂર્વીય સીમાને અસુરક્ષિત બનાવી દીધી છે. સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરનુ આ નિવેદન પાકિસ્તાનની સુરક્ષા મામલે સંકટ હોવાની પ્રેસ બ્રિફીંગ દરમિયાન આવ્યું હતું.

મેજર આસિફ ગફૂરે જણાવ્યું હતુ કે અમે શાંતિપૂર્ણ દેશ છીએ અને અમે કોઈપણ પ્રકારનુ યુદ્ધ નથી ઈચ્છતા, પરંતુ અમે લોકો અમારી સુરક્ષા તો મજબૂતાઈથી કરીશું અને અમે તેના માટે સક્ષમ છીએ. સાથે જ મેજરે જણાવ્યું કે નિયંત્રણ રેખા પર સતત નિયમોનુ ઉલ્લંઘન થઈ રહ્યું છે, જેના કારણે અમારી પૂર્વીય સીમા અસુરક્ષિત થઈ ગઈ છે.

પાકિસ્તાનના આ મેજર જનરલે ઉલટા ચોર કોતવાલ કો દાટે જેવી નીતિનો પ્રયોગ કરીને ભારત પર આક્ષેપ કર્યો હતો કે ભારત આતંકવાદનુ સમર્થન કરી રહ્યું છે. તો સાથે જ મેજરે જણાવ્યું કે અમારા દ્વારા ભારતને સીમા પર આપવામાં આવેલા જડબાતોડ જવાબની કીમત ભારતે ચૂકવી છે અને જો ભારત સંયમ નહી રાખે તો અમે તેને જડબાતોડ જવાબ આપતા રહીશું.