Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

આજે ટેક્નોલોજીની દ્રષ્ટીએ આગળ વધતી આ દુનિયા સામે સૌથી મોટો પ્રશ્ન ઉભો થયો છે તો છે પ્રદૂષણ. વિશ્વની ગ્લોબલ વોર્મિંગથી લઈને જળવાયુ પરિવર્તન સુધીની બધી જ સમસ્યાના મૂળમાં પ્રદૂષણ રહેલું છે. હવે, આ પ્રદૂષણે વરવુ સ્વરૂપ લેતા કેટલાક શહેરોમાં ધૂમ્મસ સ્વરૂપે પોતાનું સામ્રાજ્ય બનાવ્યું છે. જે ખરેખર માનવજાત માટે ચિંતાનો વિષય બન્યો છે. આ સ્મોગના કારણે આપણા દિલ્હીથી લઈને ચીનના સંઘાઈ અને ઇરાનના ઇસ્તાંબુલ જેવા શહેરોમાં હવા ઝેર સમાન બની છે.

માનવીઓ દ્વારા ફેલાવતું આ પ્રદૂષણ વધુ હાનિકારક સ્થિતિએ પહોંચે તે પહેલા તેને નાથવા માટેના અનેક શોધ-સંશોધન સમગ્ર વિશ્વમાં થઈ રહ્યા છે. તેવાજ એક ભાગરૂપે રશિયાના સાઇબિરીયા ખાતે આવેલ ટોમ્સ્ક સ્ટેટ યૂનિવર્સિટીના સંશોધકો દ્વારા ચાંદીનું એક ખાસ પ્રકારનું ઉત્પ્રેરક શોધવા પ્રયાસ કરી રહ્યા છે. જે હવામાં રહેલા કાર્બન મોનોઑક્સાઇડ તથા બીજા નુકસાનકર્તા ઘટકોને એવા તત્વોમાં ફેરવવામાં સક્ષમ હોય જે માનવજાત તથા પર્યાવરણ માટે નુકસાનકારક ન હોય. આ પ્રકારની શોધ ઔદ્યોગીક શહેરોમાં કામ કરતા લોકો માટે આશિર્વાદ સ્વરૂપ રહેશે.

નેનો આકારવાળું આ ઉત્પ્રેરક રૂમના તાપમાનને જાળવી રાખવામાં પણ મદદરૂપ થશે. જેનો ઉપયોગ હવાના વેન્ટિલેશનમાં એક ફિલ્ટર તરીકે કરી શકાય છે. તોમ્સ્ક સ્ટેટ યૂનિવર્સિટીની લેબોરેટરી ઓફ કેટલટિક રિસર્ચના વરિષ્ઠ શોધકર્તા ગ્રેગરી મેમોન્તોવના જણાવ્યા પ્રમાણે, ‘અત્યાર સુધી ગોલ્ડ, પ્લેટિનમ અને પેલેડિયમ જેવી કિમતી ધાતુઓના કણોથી બનેલા ઉત્પ્રેરકોનો અભ્યાસ વધુ કરવામાં આવ્યો છે. જ્યારે ચાંદીના ઉત્પ્રેરક બાબતે ખાસ અભ્યાસ કરાયો નથી. ચાંદીના ઉત્પ્રેરક પણ વાયુમાં રહેલા નુકસાનકારક વાયુઓના ડીકમ્પોઝ કરી શકે છે અને આ પ્રક્રિયા અન્ય કિંમતી ધાતુઓમાં સૌથી ઓછા મોંઘી પડે છે.

શોધકર્તાઓએ એક ખાસ પ્રકારના સિલિકા જેલનો વિકાસ કર્યો છે. એસબી-15 નામના આ જેલમાં 6-10 નેનોમીટર વ્યાસના સિલ્વર ઑક્સાઇડની નેનોટ્યૂબ છે. મેમોન્તોવે વધુમાં કહ્યું કે, ‘પ્રત્યેક નેનોટ્યૂબનો ઉપોયગ નેનોસ્કેલ રિએક્ટર તરીકે કરવામાં આવે છે. જેમાં અમે ત્રણ નેનોમીટરથી પણ નાના સિલ્વર કણો અને સીરિયમ ઑક્સાઇડના નિર્માણનું કામ કરીએ છીએ.’ વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ‘જે બાદ આ કણોથી યુક્ત પ્રત્યેક નેનોટ્યૂબ ઉત્પ્રેરક બની જાય છે. જેના કારણે નુકસાનકારક પદાર્થોના ઓક્સિકરણની પ્રક્રિયામાં ઉચ્ચ ઉત્પ્રેરક થઈ શકે છે.’

વૈજ્ઞાનિકોના મંતવ્ય અનુસાર ‘આવા ઉત્પ્રેરકને પાઉડર કે દાણાના સ્વરૂપે ઘર, ઓફિસ સહિતના સ્થળોએ હવાના શુદ્ધીકરણ માટેના મશીનમાં લગાવી શકાય તેમ છે. આ ઉત્પ્રેરકની ખાસ વિશેષતા એ છે કે તેને કાર્યાન્વિત કરવા માટે ગરમ કરવાની પણ જરૂર નથી. ચાંદીના આ ઉત્પ્રેરક રૂમના તાપમાને જ સક્રિય રહીને કામ કરે છે.’

શોધકર્તા પ્રમુખ વૈજ્ઞાનિકના મતે સૌ પહેલા વિશ્વના મોટા ઔદ્યોગિક શહેરો અને વિસ્તારોમાં આવા ઉત્પ્રેરકની મદદથી ઉત્પન્ન પ્રદૂષણને કાબૂમાં કરવામાં ઉપયોગ કરી શકાશે. તેના બાદ એવું પણ શોધવામાં આવશે કે જ્યાં જંગલોમાં મોટી આગ લાગી હોય ત્યારે ત્યાં આવા ઉત્પ્રેરક હવાના પ્રદૂષણને કઈ રીતે ઓછું કરી શકે. તેમજ વૈજ્ઞાનિકો આ ઉત્પ્રેરકને વિવિધ ઉદ્યોગોની ચીમનીઓ, વાહનોની એક્ઝોસ્ટ સીસ્ટમમાં પણ લગાડવા અંગે વિચારી રહ્યા છે. જેથી ભવિષ્યમાં વૈશ્વિક પ્રદૂષણ પર કાબૂ મેળવી શકાય.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS