Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગ્ન માટે સુપાત્ર મળ્યા પછી મોટેભાગે માબાપની ચિંતા યોગ્ય મુહુર્ત મળશે કે કેમ એ બનતી હોય છે. જ્યોતિષની દ્રષ્ટિએ પણ લગ્નનું મુહૂર્ત ખૂબ અગત્યનો વિષય છે. અગાઉ વીતેલા સમયમાં વર અને વધુની જન્મકુંડળીનો અભ્યાસ કરી મેળાપક કર્યા પછી જરૂરી પરિહાર થતો, લગ્ન માટેના મુહુર્તની કુંડળી પણ જોવામાં આવતી હતી. હાલમાં લગ્ન બાબતે મુહુર્ત આપતા સમયે વિદ્વાન જ્યોતિષીઓ લગ્ન સમયના ગ્રહોનો પણ અભ્યાસ કરે છે. લગ્નમંડપમાં લગ્ન વાંચતી સમયે લગ્નની કુંડળી પણ વાંચવામાં આવે છે.

જે તે સમયે શુભ મુહુર્ત જોવા માટે ગ્રહોની સ્થિતિ મુજબ કેટલા નકારાત્મક પરિબળો ઓછા છે અને સકારાત્મક પરિબળ કેટલા વધુ છે તેનો સારાસાર કાઢીને શુભ મુહુર્ત જાણવામાં આવે છે. કેટલાક વિદ્વાનોના મતે, માસની અશુભતા શુદ્ધ દિન દૂર કરી શકે, દિનની અશુભતા શુદ્ધ ઘટી-પળ દૂર કરી શકે, આમ મુહૂર્ત એ સૂક્ષ્મ વિષય પણ છે.

લગ્ન સમયની કુંડળીમાં સાતમા સ્થાનમાં કોઈ ગ્રહ ના હોવા જોઈએ. લગ્ન સુદ કે વદ પક્ષમાં લઇ શકાય પરંતુ પક્ષના અંત ભાગે લેવાતા લગ્ન, જેમ કે વદ આઠમ પછીનો ચંદ્ર હોય તે શક્ય હોય તો નિવારવું. જન્મનું નક્ષત્ર, જન્મનો વાર અને જન્મના મહિને લગ્ન લેવા સલાહભર્યું નથી. આ સિવાયના સંજોગોમાં લગ્ન લેવા મધ્યમથી શુભ કહી શકાય.

લગ્ન બાબતે ફાગણ, વૈશાખ અને જ્યેષ્ઠ માસ શુભ મનાયા છે, જો આગળ જણાવેલ મહિનાઓમાં વિવાહ શક્ય ના હોય તો કારતક, મહા, માગશર, પોષ, ચૈત્ર, અષાઢ મહિના પણ લગ્ન લેવા માટે ગ્રાહ્ય ગણાય છે. ભારતીય સંસ્કૃતિ અને જીવનશૈલીનું અવલોકન કરશો તો જણાશે કે જયારે વર્ષ દરમિયાન આર્થિક ઉન્નતિ થાય અને ખેતીથી ઉપજ થાય તેવા મહિનાઓના સમયમાં લગ્નના મુહૂર્તનો નિર્દેશ થયો છે.

લગ્નના માસ: માગશર, મહા, ફાગણ, ચૈત્ર (મીનારક ના હોય તો), વૈશાખ, જ્યેષ્ઠ, અષાઢ, શુભ મનાય છે. લગ્નના મુહુર્તમાં ધનારક, મીનારક, સૂર્ય-ગુરુનો સંયોગ, ચાતુર્માસ તથા શ્રાદ્ધ પક્ષને બાકાત રાખવામાં આવે છે.

મહિનાઓ પછી કઈ તિથિ અને કયા નક્ષત્ર લેવા, અશ્વિની, રોહિણી, મઘા, મૃગશીર્ષ, ઉ.ફા, હસ્ત, ચિત્ર, સ્વાતિ, અનુરાધા, મૂળ, ઉ. ષા., શ્રવણ, ઉ. ભા., ધનિષ્ઠા, રેવતી: આ સૂચિ પ્રમાણેના નક્ષત્ર દિવસો લગ્ન બાબતે શુભ છે. પુષ્ય શુભ નક્ષત્ર છે, પરંતુ તે દિવસે લગ્ન લેવા બાબતે આ નક્ષત્ર ગ્રાહ્ય નથી.

લગ્ન બાબતે વિવિધ સંસ્કાર તથા રીતરિવાજોનું શાસ્ત્રોમાં વિધાન છે; પાણિગ્રહણ, સપ્તપદી, શીલાને પગ અડાડવો, મંગળ ફેરા અને અરુંધતી અને ધ્રુવના તારાના દર્શન વગેરે વિધિ લગ્ન દરમિયાન કરવાની હોય છે. સપ્તપદીના પ્રથમ પગલે, નારાયણની સ્તુતિ, બીજા પગલે, શારીરિક સુખાકારી અને ઉત્તમ આયુષ્યની કામના, શુભ કર્મોની કામના ત્રીજા પગલે, ચતુર્થ પગલે પતિ સાથે સહવાસ અને આજ્ઞાંકિત જીવનની કામના, પંચમ પગલે સંસારિક સુખ અને લક્ષ્મી પ્રાપ્તિની કામના, છએ ઋતુએ સર્વાંગ સુંદર શરીર અને રોગ મુક્તિની કામના, સપ્તમ પગલે સાત ઋષિઓના આશીર્વાદથી ધર્મની પ્રાપ્તિની કામના થઇ છે.

વાચકોએ નોંધ લેવી કે નક્ષત્ર દિન મુજબ લગ્ન માટે ગ્રાહ્ય તારીખો ઉપર જણાવેલ છે, જેમાં લગ્નપ્રસંગ લઇ શકાય. શુદ્ધ મુહૂર્ત માટે વરવધૂને ચંદ્ર, ગુરુ અને સૂર્યના પૂજ્ય અને અપૂજ્ય સ્થાનોની ગણતરી જે તે દિવસના સૂર્ય, ચંદ્ર અને ગુરુના ગોચર અને પરણનાર જાતકોની જન્મકુંડળીના ચંદ્ર, સૂર્ય અને ગુરુ આધારિત હોઈ તેને પણ ધ્યાનમાં લેવા. ઉપર જણાવેલ દિવસોમાં શુભ લગ્ન અને શુભ હોરા લઈને વિવાહ સંસ્કાર સંપન્ન કરી શકાય છે.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS