Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ગત અંકમાં આપણે ‘રાજયોગ’ વિષે જોઈ ગયા, આજે આપણે જન્મકુંડળીમાં ભાગ્યની હાનિ કરનાર ગ્રહો વિષે જોઈશું. ઘણીવાર આપણે સંસારમાં સુખી જીવન અત્યંત વેદનામય બનતું જોઈએ છીએ, તો કોઈવાર કોઈના જીવનમાં તકલીફોની વણથંભી વણઝાર જોઈએ grah_nakshatraછીએ. કુતુહલ થાય કે, જાતકને એવો તો કયો યોગ છે, કે જીવનમાં એક દુઃખને લીધે અનેક દુઃખો વેઠવા પડ્યા છે?

આદ્યગ્રંથોમાં કહ્યું છે તેમ, જન્મકુંડળીમાં ત્રિષડાય સ્થાનો એટલે કે કુંડળીનો ત્રીજો, છઠો અને અગિયારમો ભાવ, આ ભાવના માલિકો જન્મકુંડળીમાં વ્યથા ઉત્પન્ન કરે છે, કુંડળીનું સત્વ હણે છે. જન્મકુંડળીને આ ત્રિષડાય સ્થાનોના માલિકો તેમની યુતિ, દ્રષ્ટિ અને યોગ- પ્રતીયોગથી દુષિત કરનાર જણાય છે. અનેકોઅનેક કુંડળીઓ ને જોયા પછી એક બીજો યોગ પણ આ રીતે કુયોગ છે, અને જન્મકુંડળીમાં દોષ ઉત્પન્ન કરનાર છે, તે છે કેન્દ્રાધિપત્ય દોષ. કેન્દ્રનો માલિક શુભગ્રહ હોય તો તે શુભફળ આપી શકતો નથી. આવો શુભગ્રહ જે કેન્દ્રનો માલિક બન્યો છે, તે ગ્રહ જન્મકુંડળીમાં જે સ્થાનમાં હોય તે સ્થાન પણ દુષિત થાય છે, જાતક ને જે તે ભાવ સંબંધી સુખમાં ઉણપ આવે છે.

grah_nakshtraઉપર ઉલ્લેખ કરેલ માહિતી મુજબ કયા ગ્રહો કુયોગ કરે છે તે બાબતે અહી જણાવેલ છે, વાચકોને સરળ અને સચોટ માર્ગદર્શન આપવા પ્રયત્ન કર્યો છે. જ્યોતિષએ હમેશા કુતુહલ અને સંશોધનનો વિષય રહ્યો છે, નીચે જણાવેલ ગ્રહો આદ્યગ્રંથોમાં મળતી માહિતી મુજબ લીધેલા છે.

જુદાજુદા જન્મ લગ્ન વિષે કયા ગ્રહો ત્રિષડાય પતિ અને  બને છે તે વિષે જાણીશું,

મેષ લગ્નમાં બુધ અને શનિ, ખરાબ ફળ આપનાર ગ્રહો બને છે. બુધ અને શનિની યુતિ કે દ્રષ્ટિ સંબંધ જાતકને ખુબ તકલીફ આપી શકે. મેષ લગ્નના જાતકોએ ક્યારેય વાણી વિવાદ ના કરવો, કાયદાકીય બાબતોમાં ખુબ ચોકસાઈથી વર્તવું, બુધ આ લગ્નમાં કોર્ટ કચેરી અને નાણા વિવાદોને મોટા રૂપ આપે છે. વૃશ્ચિક લગ્નમાં બુધ અને શુક્ર અશુભ ફળ આપનાર છે, મંગળ અને શનિ મિશ્ર ફળ આપનાર છે.

વૃષભ લગ્નમાં ચંદ્ર, ગુરુ અને શુક્ર (મિશ્ર) અશુભ સાબિત થાય છે, તેમાય ગુરુ અને ચંદ્રનો યોગ એક શુભ યોગ થવાને બદલે અશુભ યોગ બની જાય છે. વૃષભ લગ્નના જાતકોને પોતાનો વૈભવ અને અતિ  આનંદ પ્રમોદ રોગ આપનાર સાબિત થાય છે. આ જાતકોએ જીવનમાં ખાન પાનમાં નિયમિતતા અને શારીરિક આળસનો ત્યાગ કરવો ખુબ જરૂરી જણાય છે, નહીતર રોગએ મોટા દુશ્મન સમાન સાબિત થાય છે. તુલા લગ્નમાં ગુરુ અને સૂર્ય લગ્ન અધિપતિ શુક્રના દુશ્મન હોઈ, અશુભ ફળ ઉત્પન્ન કરે છે.

મિથુન લગ્નમાં, ગુરુ, મંગળ અને સૂર્ય અશુભ ફળ આપનાર ગ્રહો છે, અહી મંગળ પાપગ્રહ છે, અને ષષ્ટ અને અગિયારમાં ભાવનો jyotishમાલિક બને છે, માટે મંગળ ગ્રહ અતિ ખરાબ ફળ આપે છે. મિથુન લગ્નના જાતકોને જીવનમાં અકસ્માત અને વાહન/શસ્ત્ર લાંબી તકલીફ આપનાર બની શકે. કન્યા લગ્નમાં મંગળ લગ્નઅધિપતિ બુધનો શત્રુ ગ્રહ છે, મંગળ, ચંદ્ર અને ગુરુ અશુભ ફળ આપશે.

કર્ક લગ્નમાં બુધ, શનિ અને શુક્ર અશુભ ફળ આપે છે, કર્ક લગ્નમાં શનિનું સ્થાન ખાસ તપાસશો તો માલુમ થશે કે અન્ય શુભયોગ ના થયો હોય તો તેની દશા અંતર્દશામાં જાતકને જે તે સ્થાન પરત્વે વ્યાધિઓ મળે છે. સિંહ લગ્નમાં બુધ, શનિ અને શુક્ર અશુભ ફળ આપે છે, સિંહ લગ્ન સૂર્ય શાષિત છે, માટે એ બાબત ચોક્કસ ધ્યાનમાં લેવાની કે આ કુંડળીમાં શનિ દેવ નો ભાગ મહત્વનો છે. સિંહ લગ્નમાં શનિ મારક અને ત્રિષડાય પતિ થઇ ખુબ અશુભ છે, તેની દશા અંતર્દશામાં જાતક ઉપર તકલીફો આવે છે.

કર્ક લગ્ન અને સિંહ લગ્નમાં શનિનો અનુભવ ઘણો અશુભ રહ્યો છે, થોડા સમય પહેલા કર્ક લગ્નની કુંડળી ધરાવતા જાતકે એના જીવનના ઉતાર ચઢાવ વર્ણવ્યા, શનિ ગ્રહની અસર કેટલી હદ સુધી હોઈ શકે તે અનુભવનો ઉલ્લેખ કરું છું. આ કુંડળીમાં શનિ પાંચમાં સ્થાને મંગળની રાશિમાં હતો, શનિ ની ત્રીજી અને દસમી દ્રષ્ટિ અનુક્રમે સાતમા અને બીજા સ્થાન પર પડે છે. જાતકનું સામાજિક, આર્થિક જીવન શનિની દશામાં તકલીફમાં મુકાયું છે. શનિ પાંચમે હોઈ સાતમે દ્રષ્ટિ કરતો હોવાથી, લગ્ન જીવનમાં પણ છળકપટનો સામનો કરેલ છે.

shukra-3ધન લગ્નમાં તથા મીન લગ્નમાં શુક્ર, શનિ અને બુધ અશુભ ગ્રહો બને છે, તેમની દશા અંતર્દશામાં જાતકને નિરાશાઓ સાંપડે છે. મીન લગ્નમાં શનિનું ફળ ખુબ નેષ્ટ છે.

મકર લગ્નમાં અને કુંભ લગ્નમાં ચંદ્ર અને ગુરુ અશુભ ફળ આપે છે, મંગળ મિશ્ર અશુભ ફળ આપે છે.

જ્યોતિષ રસિકોને એક સામાન્ય ચાવી આપું તો, જન્મકુંડળીમાં લગ્નેશનો શત્રુ ગ્રહ જોવો, આ શત્રુ ગ્રહ જાતકની પડતી કરનાર સાબિત થાય છે. તેમાં પણ આ શત્રુ ગ્રહ જો બીજા પાપ ગ્રહો સાથે શત્રુ રાશિમાં પડ્યો હોય અને પીડિત હોય તો જાતકને પારાવાર પીડા કરનાર સાબિત થાય છે. ઉપર જણાવેલ અશુભ ગ્રહો જો સ્વગૃહી, મિત્રગૃહી કે ઉચ્ચના બની યોગ કરતા હશે તો તેમના અશુભત્વમાં ઘટાડો થશે.

 

 

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS