Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

જ્યોતિષની મદદથી જાતકના અભ્યાસ, ધન, આરોગ્ય, કારકિર્દી, લગ્નજીવનની આગાહીઓ થઇ શકે. આ સિવાય જ્યોતિષની મદદથી વિવિધ રાજકીય ફલાદેશ અને કુદરતી ઘટનાઓનો પણ અંદાજ લગાવી શકાય છે. આ પ્રકારે થતી ભવિષ્યવાણી માટે આદ્ય આચાર્યોએ વિવિધ સિદ્ધાંત, હોરા શાસ્ત્રો અને સંહિતાઓની રચના કરી છે.

grah_nakshatraજ્યોતિષમાં મોટા ભાગના ગ્રંથોમાં બધા જ વિષયો આવરી લીધા હોવા છતાં આજ સુધી જ્યોતિષશાસ્ત્ર સામાન્ય જનમાનસ માટે ગૂઢ અને રહસ્યોથી ભરપુર જ રહ્યું છે. મોટાભાગનું જ્ઞાન ગુરુગમ્ય રહ્યું છે. અનુભવને આધારે આવી બાબતોને આજે વ્યક્ત કરી છે, વાચકોને ચોક્કસ રસપ્રદ થઇ પડશે. વાચક મિત્રોએ પણ સાંભળ્યું હશે કે, કોઈ જ્યોતિષે તે દિવસે બહાર ના નીકળવા કહ્યું હતું ને તેની આ ભવિષ્યવાણીને લીધે કોઈનો જીવ બચી ગયેલો, આવી ભવિષ્યવાણીઓનો આધાર શું હશે? વાચકોને એમ પણ પ્રશ્ન થાય કે, શું જ્યોતિષનો ઉપયોગ દરરોજના કાર્યોમાં થઇ શકે? તો તમને જણાવવાનું કે જ્યોતિષનો ઉપયોગ દૈનિક કાર્યોમાં પણ ચોક્કસ થઇ શકે.

supermoon-1ચંદ્રની ગતિ સ્પષ્ટ દૈનિક છે, ચંદ્ર એ માનવીના મન જેવો છે, પળેપળે બદલાય છે અને સૃષ્ટિ પર નિત્ય અસર કરે છે. ચંદ્ર એક દિવસ એક નક્ષત્રમાં રહે છે, રાશિઓમાં આશરે સવા બે દિવસ રહે છે. ચંદ્રની દૈનિક ગતિને જાણી જ્યોતિષ દ્વારા દૈનિક જીવનમાં સફળતા નિષ્ફળતાનો અંદાજ લગાવી શકાય.

આકાશના ગ્રહો નિત્ય ભ્રમણ કરે છે, સૂર્યની પ્રદક્ષિણા કરે છે. ચંદ્ર પૃથ્વીની સાથે સૂર્યની પણ પ્રદક્ષિણા કરે છે. જન્મકુંડળી એ તમારું સ્થિર પરિમાણ છે જયારે આકાશના ગ્રહો સૃષ્ટિનું ગતિશીલ પરિમાણ છે. જેમ આકાશમાં ચંદ્ર ભ્રમણ કરે છે તેમ ચંદ્ર તમારી જન્મકુંડળીના વિવિધ ગ્રહો સાથે પણ તાલમેલ જાળવે છે. ચંદ્ર વિવિધ ગ્રહો પરથી પસાર થાય તો કેવું પરિણામ આપે તે આપણે જોઈશું, અલબત્ત આ પરિણામની અસરો ઝીણવટથી જોશો તો દૈનિક વ્યવહાર પર પણ અનુભવી શકાય છે.

ચંદ્ર કોઈ પણ ગ્રહ ઉપરથી તથા તે ભાવથી નવં, પંચમ ભાવ પરથી પસાર થાય ત્યારે તે ગ્રહની બાબતને ઉજાગર કરે છે. ગોચરનો ચંદ્ર તમારી જન્મ સમયની કુંડળીના કયા ગ્રહ સાથે નવં- પંચમ થાય છે તથા કયા ગ્રહ સાથે યુતિ કરે છે, તે જાણી નીચે પ્રમાણે ફળ જાણશો:

vv-15-2સૂર્ય: ઉચ્ચ અધિકારી સાથે મુલાકાત, ઉપરી વર્ગ સાથે ચર્ચા, સ્વાસ્થ્ય સુખ સુધરે, પિતા સાથે વાતચીતમાં સફળતા, સરકારી કામો થઇ શકે, પિતા પક્ષની બાબતો.

ચંદ્ર: બદલાવનો દિવસ, મન પ્રફુલિત રહે, આનંદ અને ઈચ્છાપૂર્તિ થાય, માતૃપક્ષની બાબતો, મનગમતા ભોજનનો આનંદ, પ્રવાસ વિષયક બાબતો, બાગ બગીચા/ ખેતીના કાર્યો.

મંગળ: શારીરિક બાબતો, જમીન, ઓજારો, વાહન સંબંધી કાર્યો, વિવાદ થઇ શકે, મંગળ પાપ ગ્રહ હોઈ માનસિક આવેશ તકલીફ આપી શકે.

બુધ: બૌદ્ધિક કાર્યો, લેખન, વાંચન વગેરેમાં સફળતા, નવી વિદ્યાની શરૂઆત, કોર્ટ કચેરી અને કાયદાના કાર્યો, ભાઈ બહેન સાથે મુલાકાત.

ગુરુ: કાર્ય સફળતા થાય, માન-સન્માન વધે, ધાર્મિક કાર્યો થઇ શકે, આર્થિક સફળતા મળે, વિદ્યા અભ્યાસમાં પ્રગતિ થાય.

શનિ: કાર્યોમાં રુકાવટ આવી શકે, મન વ્યગ્ર રહે, જવાબદારીઓ વધી જાય, થાક વધતો જણાય, નવા કાર્યનો પ્રારંભ ટાળવો.shani_dev_1-copy

શુક્ર: આર્થિક લાભ થાય, નાણાકીય બાબતોમાં સફળતા મળે, પ્રેમ પ્રસંગની બાબતો, જીવનસાથી વિષયક બાબતો ઉજાગ્ર થાય, ખરીદી થઇ શકે.

રાહુ: હકીકત અને કલ્પના વચ્ચે મથામણ અનુભવો, અણધાર્યો લાભ થાય કે પ્રસંગ બને, મન સ્થિર ના રહે, રોગમાં વધારો થાય, પ્રવાસ ટાળવો.

કેતુ: એકલતા અનુભવો, સંસારિક ગતિવિધિથી દુર રહેવાનું પસંદ કરો તેવું બને, ધ્યાન યોગ વગેરેમાં રુચિ વધે, આર્થિક બાબતોના નિર્ણયો ટાળવા.

ગોચરનો ચંદ્ર જો જન્મકુંડળીના પાપ ગ્રહો અર્થાત મંગળ અને શનિ પરથી પસાર થાય ત્યારે જાતકને કાર્યોમાં અંતરાય આવી શકે, આવા દિવસોમાં જાતકે પોતે પહેલ ના કરવી જોઈએ પરંતુ પરિસ્થિતિ સમજી પોતાનો મત વ્યક્ત કરવો જોઈએ.

 


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS