ઉબર દ્વારા એર ટેક્સી માટે ભારત સહિત પાંચ દેશોની પસંદગી

નવી દિલ્હીઃ અમેરિકાની કેબ સર્વિસ પ્રોવાઈડર કંપની ઉબરના ફ્લાઈંગ ટેક્સી યૂનિટ Uber Elevate દ્વારા આગામી પાંચ વર્ષની અંદર પ્રથમ ઈન્ટરનેશનલ ઉબર એર સીટી માટે પાંચ દેશોની પસંદગી કરવામાં આવી છે. આ દેશોમાં ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ અને ફ્રાંસનો સમાવેશ થાય છે. Uber Elevate દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તે ઉબર ઈટ્સ માટે ડ્રોન ડિલિવરી સાથે પ્રયોગ કરશે. ત્યારબાદ એશિયા પ્રશાંત શહેરોમાં ઉબર એર રુટ્સની શક્યતાઓને શોધશે. ઉબર એર રુટ્સથી લોકલ ટ્રાંસપોર્ટ સિસ્ટમને થનારા ફાયદા અંગે જણાવશે.

ઉબરના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે અમને પહેલા Uber Elevate એશિયા પ્રશાંત એક્સપોની મેજબાની કરવા પર ગર્વ છે જ્યાં દુનિયાને ઉબર એરના ભવિષ્ય વિશે દર્શાવાશે. અમારા પ્રથમ ઈન્ટરનેશનલ લોન્ચ માર્કેટ સાથે જ અમે પાંચ પસંદગીના દેશોના નામની જાહેરાત કરી રહ્યા છીએ કે જ્યાં ઉબર એરની શરુઆત થશે.

ઉબરનો આ પ્રોગ્રામ દુનિયાભરમાં અર્બન એરિયલ રાઈડશેરિંગ બનાવી રહ્યું છે. આ પ્રોગ્રામ અંતર્ગત આશરે પાંચ વર્ષમાં લોન્ચ સિટીઝમાં ઉબર કર્ટમર્સ માત્ર એક બટન દબાવીને પોતાની ફ્લાઈટ બુક કરાવી શકે છે. ઉબર દ્વારા નેટવર્ક પાર્ટનર્સને જોડવામાં આવી રહ્યા છે જેમાં વ્હીકલ મેન્યુફેક્ચરર્સ, રિયલ એસ્ટેટ ડેવલપર્સ, ટેક્નોલોજી ડેવલપર્સ સહિતના લોકોનો સમાવેશ થાય છે.