લંબાઈ-પહોળાઈ જળવાતી ન હોય તેવા રોહાઉસનું વાસ્તુ…

મય માણસ નું ઘડતર કરે છે. સાચા માનવ બનવા માટેની હકારાત્મક ઊર્જા આપે છે વાસ્તુ નિયમો. આજે આપણે જે મકાનનો અભ્યાસ કરીએ છીએ તે રો હાઉસ છે. અને તેના લંબાઈ પહોળાઈનો ગુણોત્તર ૧:૩થી વધારે થવાથી આર્થિક સંતુલન ન રહે તે ઉપરાંત ઘરમાં અશાંતિ પણ રહે. ઉત્તર અને દક્ષિણની દીવાલો કોમન છે અને પૂર્વ તેમ જ પશ્ચિમનું માર્જીન સમાન છે. તેથી ઘરમાં નકારાત્મકતા આવે. ધાર્યા પરિણામો ન મળતા હોય તેવું લાગે. ઘરનું મુખ્ય દ્વાર નૈરુત્ય પશ્ચિમમાં છે.

મારી દ્રષ્ટિએ બંધ મકાનનું દ્વાર ગણાય. જેના કારણે ઘરમાં રહેવાની ઈચ્છા ઓછી રહે અને બહાર નીકળી જવાના વિચારો વધારે આવે. સેપ્ટિક ટેંક યોગ્ય નથી તેથી આર્થિક સંતુલન ખોરવાય અને વિકારો આવે. એકજ લાઈનમાં ત્રણ દરવાજા આર્થિક સંતુલન ઓછું કરવામાં મદદરૂપ થાય. મુખ્ય રૂમમાં વાયવ્યમાં ઉત્તર તરફ મુખ રાખીને પૂજા ની વ્યવસ્થા છે જે યોગ્ય નથી. નકારાત્મક વિચારો આવે. બાળકોની ચિંતા રહે અને વધારે પડતી અપેક્ષા અને લાગણીના કારણે બાળકોની પ્રગતિ ઓછી રહે.કબાટ પશ્ચિમની દીવાલ પર છે. અહી ધન રાખી સકાય. માત્ર તેની ઉપર કોઈ પણ પ્રકારનું વજન ન રાખવાની સલાહ છે. અગાસી પર પાણીની ટાંકી ઉત્તરી વાયવ્યમાં છે. જેના કારણે શ્વસન તંત્રને લગતી સમસ્યા આવે શકે. સૂવાની વ્યવસ્થા યોગ્ય નથી. અમુક ઉમરના બાળકો માતાપિતા સાથે ન સૂવે તે જરૂરી છે. વળી અહી મસ્તિષ્ક પણ યોગ્ય દિશામાં નથી. જેના કારણે પુત્ર ડીમાન્ડીંગ બની જાય અને માતાનો સ્વભાવ હક્ક જતાવવાવાળો થઇ જાય. આના કારણે પરિવારનું સંતુલન ન સચવાય. ઘરના મુખ્ય પુરુષનું સન્માન ન સચવાય. બ્રહ્મમાં ખાડો છે. મહાભારતમાં મય સભામાં ખાડો હતો અને વંશને તકલીફ પડી હતી. તેથી ખાડો પૂરી દેવાની સલાહ છે. દાદરો યોગ્ય ગણાય, પરંતુ ટોઇલેટની સ્થિતિ યોગ્ય નથી. ઉત્તરથી દક્ષિણનો અક્ષ જોતાં અહી નવી પેઢી આગળ ન વધે તેવું બની શકે. બ્રહ્મમાં હવાઉજાશ સારા હોવાથી આ સમસ્યા ઓછી રહે. બ્રહ્મને છત્ર જરૂરી છે. રસોઈનું પ્લેટફોર્મ ઇશાનમાં છે અને રસોઈ ઉત્તર તરફ મુખ રાખીને થાય છે. તેથી નારીનો સ્વભાવ ગુસ્સો અને અસંતોષ ધરાવતો હોય. જેના કારણે ગોઠણથી નીચે પગ દુખે અને સાંધાનો તથા માથાનો દુખાવો રહે. ઇશાનમાં ઉત્તરની દીવાલ પર ફ્રીજ આમાં વધારો કરે. ટીવી, ડ્રેસિંગ ટેબલ અને વોશિંગ મશીન યોગ્ય જગ્યાએ નથી. આના કારણે નકારાત્મકતા રહે. વિચારો વધારે આવે. બેઠક વ્યવસ્થા સારી છે. નાનો દીકરો અહી સૂવે છે. તેનો સ્વભાવ પાણીમાંથી પોરા કાઢવાવાળો થઇ જાય.

બંને દીકરાઓને અહી પૂર્વમાં પૂર્વ તરફ માથું રાખીને સૂવરાવવાની સલાહ છે. કબાટ યોગ્ય જગ્યાએ છે. ઇશાનમાં મીટર યોગ્ય ન ગણાય. આમ તન, મન, ધન, સામાજિક, સંસારિક સમસ્યાઓમાં અટવાયેલી જિંદગીથી થાકીને ઘર ખાલી કરવાની જરૂર નથી. આજ મકાનમાં હકારાત્મક જીવન માટે સર્વ પ્રથમ તો સૂચન પછીના નકશા પ્રમાણેની રચના કર્યા બાદ, ઇશાનમાં પાંચ તુલસી, વાયવ્યમાં ત્રણ બીલી, નૈઋત્યમાં બે નારીયેળી, અગ્નિમાં બે ફૂલ દાડમ અને પૂર્વમાં ચાર આમળા વાવી દીધા બાદ, દર ગુરુવારે ઉંબરો પૂજી અને મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ લગાવી દેવું. રસોડાના ઇશાનમાં કળશમાં પાણી રાખવું. ટોઇલેટના દરવાજા પર ચાંદીનો તાર લગાવી દેવો. શિવલિંગ પર પાણી, દૂધ, પંચામૃત, ચોખા, સરસવ, પાણીથી અભિષેક કરવો.

પારિવારિક પ્રેમની ઊર્જા આપે છે વાસ્તુ નિયમો.