Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

સ્વિટ્ઝરલેન્ડના દંતકથાસમા ટેનિસ ખેલાડી રોજર ફેડરરે લંડનના વિમ્બલ્ડનમાં 8મી વખત વિમ્બલ્ડન ચેમ્પિયનશિપમાં મેન્સ સિંગલ્સની ટ્રોફી જીતી છે. આ ગ્રાન્ડ સ્લેમ સ્પર્ધામાં 16 જુલાઈ, રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં ફેડરરે ક્રોએશિયાના મેરીન સિલિકને 6-3, 6-1, 6-4થી પરાજય આપ્યો હતો. ફેડરરે તેની કારકિર્દીમાં આ 19મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું છે. ફાઈનલ હારી ગયા બાદ સિલીક ચોધાર આંસુએ રડી પડ્યો હતો. ફેડરરે 35 વર્ષની ઉંમરે 8મું વિમ્બલ્ડન ટાઈટલ, 19મું ગ્રાન્ડસ્લેમ ટાઈટલ જીત્યું છે. આ સાથે એણે કારકિર્દીમાં જીતેલી વિજેતા ટ્રોફીઓનો આંકડો 93 પર પહોંચ્યો છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS