Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈ – સંશોધનાત્મક પત્રકાર શાંતનૂ ગુહા રે લિખિત બહુપ્રતિષ્ઠિત બનેલા પુસ્તક ‘ધ ટાર્ગેટ’ની ગુજરાતી આવૃત્તિનું મંગળવાર, ૧૮મી જુલાઈએ મુંબઈમાં વિમોચન થઈ રહ્યું છે.

ગુહા રેના અંગ્રેજી પુસ્તકને વાચકોનો બહોળો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. માત્ર ૯૦ દિવસના ગાળામાં આ પુસ્તક એમેઝોન પર નંબર-૧ બની ગયું છે.

જાણીતા આંત્રપ્રેન્યોર જિજ્ઞેશ શાહ દ્વારા સર્જવામાં આવેલા માર્કેટ સામ્રાજ્યને તોડી પાડતા રાજકીય ષડ્યંત્રની દાસ્તાન વર્ણવતું આ પુસ્તક ગુજરાતી વાંચકો સમક્ષ લેખક પોતે જ રજૂ કરવાના છે. મુંબઈમાં ક્રોસવર્ડના કેમ્પ્સ કોર્નરસ્થિત સ્ટોરમાં ૧૮મીએ બપોરે ૪.૦૦ કલાકે આ પુસ્તકનું વિમોચન થવાનું છે.

‘ધ ટાર્ગેટ’ની અંગ્રેજી આવૃત્તિને મળેલા અભૂતપૂર્વ પ્રતિસાદના પગલે આ પુસ્તકની ગુજરાતી આવૃત્તિ પ્રગટ કરવામાં આવી રહી છે. અંગ્રેજી પુસ્તક ‘ક્રોસવર્ડ’માં સૌથી વધુ વેચાતું પુસ્તક બની ગયું છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS