Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ભાવનગરના આયોજન સભાખંડ ખાતે વર્ષાઋતુ-2017ની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર હર્ષદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓનો એક્શન પ્લાન તૈયાર કરવા સંબંધિત કચેરીઓના અધિકારીઓને જિલ્લા કલેક્ટર હર્ષદભાઈ પટેલે સૂચનાઓ આપી હતી. જેમ કે- રાહત બચાવની કામગીરી માટેના સાધનો તૈયાર રાખવા, જિલ્લાના જોખમગ્રસ્ત વિસ્તારો નક્કી કરવા, ડેમ તથા કેનાલોની ચકાસણી કરવી, રેઈનગેજની ચકાસણી કરવી, સંદેશા વ્યવહારના તમામ સાધનો સુસજ્જ કરવા, વાવાઝોડાની ચેતવણી સમયસર લોકોને પહોચાડવી,આપત્તિ બાદ ચોક્કસ રીતે બચાવ રાહત કામગીરી કરવી, શોધ અને બચાવ ટુકડીઓનો ઉપયોગ કરવો, માનવ મૃત્યુ માનવ દેહનો નિકાલ, પશુ મૃત્યુ પશુ દેહનો નિકાલ, લોકોના આરોગ્યની સંભાળ, પાણી પૂરવઠો રસ્તાનું પુન : સ્થાપન જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS