Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 16 એપ્રિલ, રવિવારે રમાયેલી આઈપીએલ-10ની લીગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત લાયન્સને 6-વિકેટથી પરાજય આપ્યો હતો. ગુજરાત લાયન્સે પોતાના હિસ્સાની 20 ઓવરમાં 4 વિકેટે 176 રન કર્યા હતા. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 19.3 ઓવરમાં 4 વિકેટના ભોગે 177 રન કરીને મેચ જીતી લીધી હતી. નીતિશ રાણા 53 રન સાથે મુંબઈનો ટોપ સ્કોરર રહ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા 40 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. જ્યારે કાઈરન પોલાર્ડે 39 રન કર્યા હતા. ગુજરાતના દાવમાં, બ્રેન્ડન મેક્યૂલમ 44 બોલમાં 64 રન સાથે ટીમનો ટોપ સ્કોરર હતો. વિકેટકીપર દિનેશ કાર્તિક 26 બોલમાં 48 અને જેસન રોય 14 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. કેપ્ટન સુરેશ રૈનાએ 28 રન કર્યા હતા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS