Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

દુનિયાભરમાં જાણીતી UEFA ચેમ્પિયન્સ લીગ ટ્રોફી હાલ વિશ્વભ્રમણ પર છે અને 10 એપ્રિલ, સોમવારે તેનું મુંબઈમાં મહાલક્ષ્મીસ્થિત રેસકોર્સ ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લિવરપૂલ ફૂટબોલ ક્લબનો ભૂતપૂર્વ ખેલાડી લૂઈસ ગાર્સિયા અને ભારતીય ફૂટબોલ સ્ટાર સુનીલ છેત્રી ઉપસ્થિત રહ્યો હતો. ટ્રોફી ટુર માટે ભારતના ચાર શહેરોમાંથી મુંબઈની પસંદગી એક ટ્વિટર સ્પર્ધા મારફત કરવામાં આવી હતી. ટ્વિટર સ્પર્ધા મારફત આઠ લકી વિજેતા ચાહકો પસંદ કરાયા હતા. એ આઠ જણને ટ્રોફીની અનાવરણવિધિ બાદ ટર્ફ ક્લબ ખાતે પાંચ-પાંચ ખેલાડીઓની રમાડવામાં આવેલી એક ફૂટબોલ મેચમાં સામેલ કરવામાં આવ્યા હતા. ચાર જણને ગાર્સિયાની ટીમમાં અને બીજા ચાર જણને છેત્રીની ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS