Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

ભારતની મહિલા ક્રિકેટરોએ ઈંગ્લેન્ડમાં રમાતી આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપમાં 2 જુલાઈ, રવિવારે ડરબીમાં રમાયેલી મેચમાં પાકિસ્તાનને 95 રનથી પરાજય આપ્યો હતો. ભારતની કેપ્ટન મિતાલી રાજે ટોસ જીતીને બેટિંગ પસંદ કર્યા બાદ ભારતે 50 ઓવરમાં 9 વિકેટે 169 રન કર્યા હતા. તેના જવાબમાં પાકિસ્તાન ટીમ 38.1 ઓવરમાં માત્ર 74 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતની ડાબોડી સ્પિનર એકતા બિશ્ટે પાંચ વિકેટ લીધી હતી અને એને પ્લેયર ઓફ ધ મેચ ઘોષિત કરાઈ હતી. વર્લ્ડ કપમાં પોઈન્ટ્સ ટેબલમાં ભારતીય ટીમ ત્રણેય મેચ જીતીને હાલ ટોચ પર છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS