Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

એચટીસી કંપનીએ તેનો નવો ‘સ્ક્વીઝ ટેક્નોલોજીવાળો’ સ્માર્ટફોન HTC U11 16 જૂન, શુક્રવારે ભારતમાં લોન્ચ કર્યો છે. કંપનીના એચટીસી સાઉથ એશિયા વિભાગના પ્રેસિડેન્ટ ફૈઝલ સિદ્દિકીએ નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં આ ફોનને લોન્ચ કર્યો હતો. આ ફોનની કિંમત છે, રૂ. 51,990, જે તેના ઓરિજીનલ એચટીસી યૂ-અલ્ટ્રા કરતાં ઓછી છે. કંપનીનો દાવો છે કે આ દુનિયાનો પહેલો સ્માર્ટફોન છે જેમાં સ્ક્વીઝ ટેક્નોલોજી આપવામાં આવી છે જે અંતર્ગત ફોનની બંને બાજુઓને પ્રેસ કરીને (દબાવીને) ફંક્શન્સ એક્ટિવેટ કરી શકાય છે. 17 જૂનથી એચટીસી ઈ-સ્ટોર પર આ ફોનનું પ્રી-બુકિંગ શરૂ થશે. જે ગ્રાહકો પ્રી ઓર્ડર કરશે એમને રૂ. 1,999ની કિંમતનું ફ્લિપ કવર મફતમાં આપવામાં આવશે. તદુપરાંત સ્ટેન્ડર્ડ ચાર્ટર્ડના ક્રેડિટ કાર્ડથી ખરીદનારને આ સ્માર્ટફોનની કિંમતના 10 ટકા કેશબેક આપવામાં આવશે. આ ઓફર મર્યાદિત સમય માટે છે, જેનો આરંભ 26 જૂનથી થશે. આ ફોનનું વેચાણ આ મહિનાના અંતભાગમાં એમેઝોન ઈન્ડિયાની વેબસાઈટ અને ઓફ્ફલાઈન રિટેલર પર શરૂ કરાશે. આ ફોન હાલ બે રંગમાં ઉપલબ્ધ હશે – અમેઝિંગ સિલ્વર અને બ્રિલિયન્ટ બ્લેક. આ મેટલ ગ્લાસ ફિનીશવાળો ફોન છે જેની બોડી એલ્યુમિનિયમની છે. 5.5 ઈંચ એલસીડી ક્વોડ એચડી ડિસ્પ્લે છે. સ્નેપડ્રેગન 835 પ્રોસેસર છે. એક વેરિઅન્ટમાં 4 જીબી રેમ સાથે 64 જીબી ઈન્ટરનલ મેમરી છે. બીજા વેરિઅન્ટમાં 6 જીબી રેમ સાથે 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ છે. માઈક્રો એસડી કાર્ડ દ્વારા રેમને 2 TB સુધી વધારી શકાય છે. 12 મેગાપિક્સ લ રીયર કેમેરા છે. આ ફોનને IP67 રેટિંગ મળ્યું છે, એટલે તે વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ છે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS