Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

એમેઝોન ઈન્ડિયાએ ભારતમાં તેનું વિડિયો સ્ટ્રીમિંગ ડિવાઈસ Fire TV Stick 19 એપ્રિલ, બુધવારે નવી દિલ્હીમાં લોન્ચ કર્યું છે. એ પ્રસંગે કંપનીના વાઈસ-પ્રેસિડન્ટ માર્ક વ્હિટન તથા અન્ય એક્ઝિક્યૂટિવ્સ ઉપસ્થિત રહ્યા હતા. ભારતમાં ગૂગલ ક્રોમકાસ્ટની હરીફાઈ કરવા માટે એમેઝોને Fire TV Stick લોન્ચ કર્યું છે જેની કિંમત છે, રૂ. 3,999. જે લોકો એમેઝોનના પ્રાઈમ સબ્સ્ક્રાઈબર્સ છે એમને Fire TV Stick વોઈસ રીમોટ સાથે રૂ. 1999માં મળશે જ્યારે અન્ય લોકોએ આ ખરીદવા માટે રૂ. 3999 ચૂકવવા પડશે. આ ડિવાઈસ ક્રોમા અને રિલાયન્સ ડિજિટલ જેવા ઓફલાઈન સ્ટોર્સમાં પણ ઉપલબ્ધ થશે. એમેઝોન Fire TV Stickમાં ક્વોડ-કોર પ્રોસેસર છે. એમાં 1-જીબી રેમ, 8-જીબી સ્ટોરેજ છે. તેથી તમારે એમેઝોન એપસ્ટોરમાંથી ગેમ્સ ડાઉનલોડ કરવાની કે ઈન્સ્ટોલ કરવાની જરૂર નહીં રહે. આ ડિવાઈસમાં પ્રાઈમ વિડિયો, નેટફ્લિક્સ, યૂટ્યૂબ તથા અન્ય એપ્સ પ્રી-લોડેડ છે. જે એમેઝોનનાં પ્રાઈમ મેમ્બર્સ છે એમને આ ફાયર ટીવી સ્ટિક ખરીદવા પર રૂ. 499નું એમેઝોન પે બેલેન્સ મળશે જેનો ઉપયોગ તેઓ એમેઝોન પ્રાઈમ વિડિયો માટે કરી શકશે.


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS